રાજકોટ
News of Tuesday, 26th November 2019

આજે બપોર બાદ સુચિત સોસાયટી અંગે સમીક્ષા બેઠકઃ ૪પ૬૩ ની અરજી મંજુર

શહેરની કુલ ૧૬૯ સુચિત સોસાયટીમાંથી સરકારે ૧પપને મંજુરી આપી... : ૧૧-ના મંજુરઃ ર૦૦પના લેવલે આવે છે કે કેમ તે હવે નકકી થશે...

રાજકોટ તા. ર૬ : રાજકોટ જીલ્લા કલેકટરના અધ્યક્ષપદે આજે સૂચિત સોસાયટીની કામગીરી અંગે પ્રાંત-મામલતદારોની બેઠક યોજાઇ છે.

સરકારે ર૦૦પનું વર્ષ ફાઇનલ કરતા હવે આજ સૂધિમાં કુલ ૧૪પ૮૮ અરજીઓ પ્લોટ-મકાન ધારકોની થઇ છે તેમાંથી ૪પ૬૩ મંજુર થઇ છે, અને ર૮૦૦ લોકોએ પૈસા ભરી દિધા છે, આ ૧૪ હજારમાંથી પ૯૦૦ મંજુર થવા પાત્ર છે, અને પર૦૦થી વધુ કોસોમાં સૂનાવણી ચાલી રહી છે.

રાજકોટ શહેર અને તાલુકા વિસ્તારમાં પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ અને તાલુકાના એમ મળી કુલ ૧૬૯ સૂચિત સોસાયટી અંગે કલેકટરે સરકારમાં દરખાસ્ત મોકલી હતી, તેમા સરકારી ૧પપ ની દરખાસ્ત મંજુર કરી અને ૧૧ના મંજુર કરી...હવે આ ના મંજુર થયેલ ૧૧ સોસાયટીમાં ર૦૦પ પહેલા બાંધકામ હતું કે કેમ તે અંગે તપાસ બાદ નિર્ણયો લેવાશે.

(3:37 pm IST)