રાજકોટ
News of Tuesday, 26th October 2021

રાજકોટમાં ૧૧ વર્ષથી અનુપભાઈ રાવલની જમીનમાં ઘૂસણખોરી કરનારા ૬ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગના નવા કાયદા હેઠળ માલવીયા નગર પોલીસમાં ગુનો: એસીપી ગેડમ અને ટીમે ધરપકડ કરી

રાજકોટ : જમીન પચાવી પાડવાના નવા કાયદા હેઠળ વધુ એક ગુનો દાખલ થયો છે. આ અંગે માલવીયા નગર પોલીસમાં ગુનો નોંધાતા પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અનુપકુમાર હીરાલાલ રાવલ (રહે.રાજકોટ)ની માલીકીની જમીન મોજે ગામ મવડી તા.રાજકોટ ના સર્વ ને ૫૧ ની સનદ ને ૧૪૮ પ્લોટ નં ૫૨ જમીન ચો.મી.આ.૫૦૦ની રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ ગોવર્ધન ચોકથી આગળ કે.કે.પાન વાળી શેરી મચ્છોમાના મંદીર પાસે આવેલ હોઇ જે જમીનમા આરોપીઓએ ભેગા મળીને છેલ્લા ૧૧ વર્ષથી ગેરકાયદેસર પ્રવેશ કરી જમીનમા ગેરકાયદેસર બાધકામ કરી રહેણાક મકાન/ઓરડી બનાવી ગેરકાયદેસર રીતે રહેણાક કરી જમીન પર કબજો કરી જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ થતા માલવીયાનગર પોલીસ સ્ટેશન એ પાર્ટ ૧૧૨૦૮૦૫૩૨૧૩૮૫૫/૨૦૨૧ આઇ.પી.સી કલમ-૪૪૭,૩૪,૧૧૪ તથા ગુજરાત જમીન પચાવી ગુ.ર.નં પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ ની કલમ-૩ તથા ૫ મુજબ ગુનો દાખલ થયેલ છે.

પોલીસે આ ગુનામાં (૧) જયરાજ મોહનભાઇ રાઠોડ ઉ.વ ૩૦ ખોડીયારનગર શેરી નં ૧૬ મફતીયા પરા મચ્છોમાના મંદીર પાસે રાજકોટ (૨) પ્રદિપ મોહનભાઇ રાઠોડ ઉ.વ ૨૮ ખોડીયારનગર શેરી નં ૧૬ મફતીયા પરા મચ્છો માં ના મંદીર પાસે રાજકોટ (૩) હકા ઉર્ફે હકો બોઘાભાઇ શિયાળ ઉ.વ ૩૨ ખોડીયારનગર શેરી નં ૧૬ મફતીયા પરા મચ્છોમાના મંદીર પાસે રાજકોટ,(૪) ભીખા વેજાભાઇ ગમારા ઉ.વ ૬૩ ખોડીયારનગર શેરી નં ૧૬ મફતીયા પરા મચ્છોમાના મંદીર પાસે રાજકોટ, (૫) રાજુ ગોવીંદભાઇ ગમારા ઉ.વ ૪૨ ખોડીયારનગર શેરી નં ૧૬ મફતીયા પરામાં રાજકોટ તથા (૬) લીંબા ભલાભાઇ ચાવડીયા ઉ.વ ૬૦ રહે. ખોડીયારનગર શેરી નં ૧૬ મફતીયા પરા મંદીર પાસેની ધરપકડ કરી છે.

પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી મનોહરસિંહ જાડેજા (ઝોન-ર) તથા નાયબ પોલીસ કમિશ્નર પ્રવિણકુમાર મીણા (ઝોન-૧)ના માર્ગદર્શન હેઠળ એસીપી જે.એસ. ગેડમ અને ટીમે આ કાર્યવાહી કરી છે.

(8:27 pm IST)