રાજકોટ
News of Tuesday, 26th October 2021

મુખ્ય સચિવ મનોજ અગ્રવાલની અધ્યક્ષતામાં રાજકોટ એઈમ્સ હોસ્પિટલની કામગીરી અંગે વિડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરાઈ

એઈમ્સ હોસ્પિટલને વીજ પુરવઠો તથા પાણી પુરવઠો પૂરો પાડવા અંગે, એઈમ્સ હોસ્પિટલ તરફ જતાં રસ્તાઓની કામગીરીની પ્રગતિ, બસ સ્ટોપ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, ટેક્સી સ્ટેન્ડ અને સાઈનેજીસ બોર્ડ અંગે આ બેઠકમાં વિગતવાર સમીક્ષા કરાઈ

રાજકોટ :આજ રોજ  આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ દ્વારા નિર્માણાધિન રાજકોટ એઈમ્સ હોસ્પિટલની કામગીરીની વિડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા  કરવામાં આવી હતી.
રાજકોટ એઈમ્સ હોસ્પિટલને વીજ પુરવઠો તથા પાણી પુરવઠો પૂરો પાડવા અંગે, એઈમ્સ હોસ્પિટલ તરફ જતાં રસ્તાઓની કામગીરીની પ્રગતિ, બસ સ્ટોપ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, ટેક્સી સ્ટેન્ડ અને સાઈનેજીસ બોર્ડ અંગે આ બેઠકમાં વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. અને ઉપસ્થિત અધિકારીઓને નિયત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાના આદેશો આપવામાં આવ્યા હતા.
આ  સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, એઈમ્સના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રમદિપ સિન્હા,   મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, રાજકોટ શહેરી સત્તા વિકાસ સત્તા મંડળ (રૂડા), પાણી પુરવઠા બોર્ડ- જામનગર, પી.જી.વી.સી.એલ-રાજકોટ, જેટકો-રાજકોટ વગેરે વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

(8:22 pm IST)