રાજકોટ
News of Tuesday, 26th October 2021

૪ કરોડની ઠગાઇમાં ફાઇનાન્સ પેઢીના ડાયરેકટર વલ્લભ પાંભરની ધરપકડ

ધનંજય ફાયનાન્સ કૌભાંડમાં વધુ ચાર રોકાણકારોના ર૬ લાખ ડુબ્યા : તાલુકા પોલીસે વૃધ્ધને પકડી રીમાન્ડની તજવીજ હાથ ધરી : પૂત્ર ઘનશ્યામ અને પુત્રવધુ અસ્મીતાની શોધખોળ

રાજકોટ તા. ર૬ : શહેરના નાનામવા મેઇન રોડ પર આવેલ ધનંજય ફાયનાન્સ નામે ફિકસ ડીપોઝીટમાં રોકાડ કરાવી માસીક દોઢ ટકા વળતર દેવાની લાલચ આપી રોકાણકારો સાથે ચાર કરોડની ઠગાઇમાં તાલુકા પોલીસે ફાઇનાન્સના ડાયરેકટરની ધરપક કરી હતી. જેમાં વધુ ચાર રોકાણકારો સાથે પણ છેતરપીંડી થઇ હોવાનું બહાર આવ્યું છે.

મળતી વિગત મુજબ મૂળ પડધરીના હાલ રૈયા રોડ નંદનવ પાર્કમાં રહેતા જયંતીલાલભાઇ અમરશીભાઇ બેચરા (ઉ.૪૮) એ સુરત રહેતા ધનંજય ફાયનાન્સ લીમીટેડના ડાયરેકટર વલ્લભ લાલજીભાઇ પાંભર તેનો પુત્ર ઘનશ્યામ પાંભર અને પુત્રવધુ અસ્મીતા પાંભર સામે રૂ.૪૦,૪,૯પ૦૦૦ ની ઠગાઇ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી આ મામલે પી.આઇ.જે.વી.ધોળા તથા પી.એસ.આઇ. એન.ડી.ડામોર, એ.એસ.આઇ.ભરતભાઇ વનાણી હેડ કોન્સ પ્રવિણભાઇ વાસાણી, ભાવેશભાઇ પરમાર, વિજયગીરી ગોસ્વામી, મોહસીનખાન મલેક, અમીનભાઇ ભલુર, કોન્સ. અરજણભાઇ, હરસુખભાઇ, મનિષ, ધર્મરાજસિંહ તથા હર્ષરાજસિંહ સહિતે ધનંજય ફાઇનાન્સના ડાયરેકટર વલ્લભ લાલજીભાઇ પાંભર (ઉ.૬૪) (રહેલા પાંભર ઇટાળાગામ તા.લોધીકા, અને નાનામવા મેઇન રોડ, રાજ રેસીડેન્સી સામે સાંકેત પાર્ક-૧) ની ધરપકડ કરી હતી આ ફાયનાન્સમાં વધુ ચાર રોકાણકારોમાં એડવોકેટ અશોકભાઇ હરીભાઇ કોયાણીના પ લાખ, વિપુલભાઇ પરસોતમભાઇ વેકરીયાના ૩ લાખ, રમેશભાઇ દામજીભાઇ ખાખરીયાના ૧પ લાખ તથા ચંદુભાઇ લીંબાભાઇ હીરપરાના ૩ લાખ મળી કુલ ર૬ ાલખની છેતરપીંડી થયાનું બહાર આવ્યુ઼છે આ કૌભાડનોઆંક વધે તેવી શકયતા છે પોલીસ ફાયનાન્સના ડીરેકટર વલ્લભ પાંભરના રીમાન્૯ મેળવવા તજવીજ હાથ ધરી છે.અને પોલીસે તેના પુત્ર ઘનશયામ અને પુત્રવધુ અસ્મીતાની શોધખોળ હાથ ધરી છે.

(4:20 pm IST)