રાજકોટ
News of Tuesday, 26th October 2021

દિવાળી અંતર્ગત રૈયા રોડ પર ગાંધીગ્રામ પોલીસનું ફૂટ પેટ્રોલીંગ : વેપારીઓને તકેદારી રાખવા માર્ગદર્શન અપાયુ

રાજકોટ : આગામી દિવાળીના તહેવાર અંતર્ગત પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, તથા એસીપી પી.કે. દીયોરાની સૂચનાથી ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ. કે. એ. વાળાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જયસુભાઇ હુંબલ સહિતના સ્ટાફ દ્વારા રૈયા રોડ પર ફૂટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં એસ.કે. ચોકથી આઝાદ ચોક સુધી વેપારીઓને દુકાન બહાર ભીડ એકઠી ન કરવા અંગે અને માસ્ક ફરજીયાત પહેરવા તથા ટ્રાફિકને અડચણ રૂપ દુકાન બહાર સામાન ન રાખખવા તેમજ જાહેરનામાનું પાલન કરવા અંગે સુચનાઓ આપવામાં આવી હતી.

(4:18 pm IST)