રાજકોટ
News of Tuesday, 26th October 2021

અકસ્માત ઝોનનો ઉકેલ લાવવા 'આપ' ની રજૂઆત

મહિલા કોલેજ ચોક અંડર બ્રીઝમાં અવાર નવાર વાહનો સ્લીપ થવાથી રોજીંદા નાના મોટા અકસ્માતો થાય છે. પાંચ જેટલા મૃત્યુના બનાવ બનેલ છે. સત્વરે મ્યુનિ. કોર્પોરેશનની એન્જીનીયર ટીમ, ટ્રાફીક શાખા, અને અન્ય વિભાગની કામગીરીઓ સાથે રહી અને અકસ્માત થતા બંધ થાય તેવી કામગીરી હાથ ધરવા આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત થયેલ. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી શહેર અધ્યક્ષ શિવલાલ પટેલ, મહામંત્રી સંજયસિંહ વાઘેલા, કે. કે. પરમાર, વેસ્ટ, ઇસ્ટ, સેન્ટ્રલ ઝોન પ્રભારી રાકેશભાઇ સોરઠીયા, ભાવેશભાઇ પટેલ, વિપુલભાઇ તેરૈયા, શહેર મંત્રી રમેશભાઇ ગોજારીયા, સહ સંગઠન મંત્રી પાલજીભાઇ રાઠોડ, ઓ. બી. સી. સેલ પ્રમુખ પ્રભાતભાઇ હુંબલ, સિ. વાય. એસ. એસ. પ્રમુખ સુરજ જે. બગડા, એસ. સી. એલ. પ્રમુખ દિપકભાઇ મકવાણા, યુવા ઉપપ્રમુખ અહેમદભાઇ સાંઘની આગેવાનીમાં યોજાયા હતાં.

(4:17 pm IST)