રાજકોટ
News of Tuesday, 26th October 2021

ખોડીયારનગરમાંથી શાહબાઝ ઉર્ફે શબલો ચોરાઉ બાઈક સાથે પકડાયો

વીસ દિવસ પહેલા સુખરામનગરમાંથી બાઈક ચોર્યાની કબુલાતઃ અગાઉ વાહન ચોરીના ગુનામાં ત્રણ વખત ઝડપાયો હતો

રાજકોટ, તા. ૨૬ :. ગોંડલ રોડ એસ.ટી. વર્કશોપ પાછળ ખોડીયારનગરમાંથી  માલવીયાનગર પોલીસે બાતમીના આધારે એક શખ્સને ચોરાઉ બાઈક સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર એસ.ટી. વર્કશોપ પાછળ ખોડીયારનગરમાં એક શખ્સ ચોરાઉ બાઈક સાથે ઉભો હોવાની માલવીયાનગર પોલીસ મથકના કોન્સ. હરપાલસિંહ જાડેજા અને કુલદીપસિંહ જાડેજાને બાતમી મળતા ખોડીયારનગર મેઈન રોડ પરથી શાહબાઝ ઉર્ફે શબલો ઉર્ફે નવાબ સત્તારભાઈ જોબન (ઉ.વ. ૨૦, રહે. ખોડીયારનગર શેરી નં. ૧, ગોંડલ રોડ)ને ચોરાઉ બાઈક સાથે પકડી લીધો હતો. પૂછપરછમાં તેણે વીસ દિવસ પહેલા હરીધવા મેઈન રોડ પર સુખરામનગરમાંથી બાઈક ચોરી કર્યાની કબુલાત આપી હતી. તે અગાઉ બે વખત માલવીયાનગર તથા આજીડેમ અને ભકિતનગર પોલીસ મથકમાં પણ પકડાઈ ચૂકયો છે. આ કામગીરી પીઆઈ કે.એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.કે. ઝાલા, હેડ કોન્સ. મસરીભાઈ, દિગ્પાલસિંહ, કમલેશભાઈ, કુલદીપસિંહ, હરપાલસિંહ, રોહીતભાઈ, હિતેષભાઈ તથા અંકીતભાઈ દ્વારા કરવામાં આવી હતી.

(4:25 pm IST)