રાજકોટ
News of Tuesday, 26th October 2021

કોપીરાઇટ કેસમાં એકસપ્રેસ લીફટસ કોર્પોરેશનના માલીક વિગેરેના જામીન રદ્દ કરવાની અરજીને રદ્દ કરતી અદાલત

રાજકોટ તા. ૨૬ : એકસપ્રેસ ઇલેકટ્રો એલીવેટર્સના માલિક દામોદરભાઈ કુમનભાઈ કણસાગરા દ્વારા કોપીરાઈટ એકટની કલમનો ભંગ થતા એકસપ્રેસ નામનો ઉપયોગ કરતા સામાવાળાઓ સામે આઈ.પી.સી. કલમ ૪૨૦, ૪૮૨, ૪૮૬, ૧૧૪ તથા ટ્રેડમાર્ક એકટની કલમ ૧૦૩, ૧૦૪ તથા કોપીરાઈટની કલમ ૬૩ મુજબ ફોજદારી ફરિયાદ દાખલ કરેલ જે કામમાં આરોપીઓને જામીન મળી ગયેલ તેમ છતાં શરતોનું ઉલ્લંઘન થતું હોય તેવી અરજીના આધારે સામાવાળાઓના જામીન રદ્દ કરવા કોર્ટમાં બે અરજીઓ કરેલ જે કોર્ટએ રદ્દ કરેલ છે.

આ કેસની હકીકત એવી છે કે અરજદારએ આ કામના બન્ને અરજીઓના સામાવાળાઓને એકજ ગુન્હાના કામમાં જામીન મુકત કરવામાં આવેલ છે તેમજ તેઓ કન્ટીન્યુસ અફેન્સ કરેલ છે જેથી જામીનની શરતોનો ભંગ કરેલ છે તેથી તેઓના જામીન રદ્દ કરવા અરજી કરેલ જે કામમાં અરજદાર તરફે જામીન મુકત થયેલ તે અન્વયે કરેલ મેરીટ ઉપરનો હુકમ રજુ કરવામાં આવેલ નથી ત્યારે જામીન મુકિતના હુકમને અરજદાર તરફે કન્સલેશન ઓફ બેઇલની થયેલ માંગણી અંગે પુનૅં વિચારણા લઇ શકાય તેમ નથી તેથી અરજી ટકવા પાત્ર નથી.

વધુમાં અરજદાર તરફે તેની અરજીમાં તેઓ ૧૯૯૯ ની સાલથી એકસપ્રેસ ઈલેકટ્રો એલીવેટર્સ કંપનીના નામથી લીફટ મેન્યુફેકચરીંગ, સર્વીસ અને મેઈન્ટેનેન્સની પેઢી ચલાવે છે તેવી રજુઆત કરવામાં આવેલી છે પરંતુ ૧૯૯૯ની સાલથી તેઓ આ પેઢી ચલાવે છે અને ધંધો કરે છે તે બતાવવા માટે અરજદાર તરફે કોઈ જ આધાર પુરાવો રજુ કરવામાં આવેલ નથી. અરજદાર તરફે ૧૯૯૯ ની સાલમાં પેઢી ચલાવવા માટેનું લાયસન્સ લીધેલ હોય એકસપ્રેસ ઈલેકટ્રો એલીવેટરના નામ અને લોગો ટ્રેડમાર્ક કે કોપીરાઈટ કરાવેલ હોય તો તે અંગેના રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ પણ રજુ કરવામાં આવેલ નથી. વધુમાં તેઓ ૧૯૯૯ ની સાલથી લીફટ મેન્યુફેકચરીંગ, સર્વીસ અને મેઈન્ટેનેન્સનું કામ કરતા હોય તે બતાવવા માટે કોઈ બીલ, બુકસ ઓફ એકાઉન્ટ્સ, વાઉચર્સ વિગેરે પણ રજુ કરવામાં આવેલા નથી. બીજી તરફ સામાવાળા એકપ્રેસ લીફટસ કોર્પોરેશનના હીરાભાઈ લાલજીભાઈ કણજારીયાનું ડી.સી.બી. પોલીસે તા ૦૨/૧૨/૨૦૨૦ ના રોજ નોંધેલ નિવેદન રજુ કરવામાં આવેલ છે જેમાં તેઓએ સ્પષ્ટ રીતે જણાવેલ છે કે, તેઓ ૧૯૯૯ ની સાલથી એકસપ્રેસ લીફટ કોર્પોરેશનના નામથી ધંધો કરે છે અને તે અંગે ગુજરાત સરકારમાંથી ઈલેકટ્રીક કોન્ટ્રાકટરનું લાયસન્સ તા.૦૮/૦૪/૧૯૯૯ ના રોજ નં.જી/એચ.ટી.સી. ૩૩૩ થી મળેલ જે તા. ૩૧/૧૨/૨૦૦૯ સુધીનું હતુ અને ત્યારબાદ તા. ૧૯/૦૩/૨૦૧૦ ના રોજ લાયસન્સ નં. જી/આર જે કે/સી/૧૧૨૬ થી મળેલ છે જે તા. ૧૯/૦૩/૨૦૧૧ થી ૩૧/૧૨/૨૦૨૨ સુધીનું સમયાંતરે રીન્યુ કરવામાં આવેલ છે જે હાલ ચાલુ છે જેના આધારે તેઓએ લીફટ ફીટીંગ અને મેઈન્ટેનન્સ અંગેનું લાયસન્સ ઓથોરાઈઝેશન નંબર જી/ઈ એમ એલ/૨૮ તા. ૧૧/૦૯/૨૦૦૨ થી મેળવેલ છે તથા મોનોગ્રામ ટ્રેડમાર્કનું રજીસ્ટ્રેશન તા. ૧/૪/૯૫ ના રોજ કરેલ છે અને તેઓ તેઓની પેઢી ૧૯૯૯ થી એકસપ્રેસ લીફટ કોર્પોરેશનના નામથી ચલાવે છે અને તે તમામ લાઇસન્સની નકલ તથા બીલ વગેરે દસ્તાવેજી પુરાવા રજુ રાખેલ છે તેમજ એકસપ્રેસ લીફટ કોર્પોરેશનના લોગોમાં (R) બતાવેલ છે તેની નકલ પણ રજુ રાખેલ જેથી સામાવાળા હીરાભાઈ કણજારીયા ૧૯૯૯થી એકસ્પ્રેશ લીફટ કોર્પોરેશનના નામથી વેપાર કરે છે જે હકીકતને ખુદ અરજદારે રજુ કરેલ છે તેમજ અરજદાર પોતે ૧૯૯૯થી કામ કરે છે તેવો કોઈ પુરાવો રજુ કરવામાં આવેલ નથી તેમજ અરજદાર દ્વારા અલગ અલગ અરજીઓ પોલીસમાં કરવામાં આવેલ તે અનુસંધાને પણ કોઈ ગુન્હો દાખલ કરવામાં આવેલ નથી જેથી સામાવાળાઓની તરફેણમાં અરજદારની જમીન રદ્દ કરવાની અરજી સેશન્સ કોર્ટ દ્વાર રદ્દ કરવામાં આવેલ છે.

ંઆ કામમાં સામાવાળા વતી ટ્રેડમાર્ક અને કોપીરાઈટના સીનીયર ધારાશાસ્ત્રી શ્રી રાજેન્દ્રભાઈ ભણશાળી તેમજ પી. એમ. શાહ લો ફર્મના એડવોકેટ શ્રી પીયુશભાઇ શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નિતેશભાઈ કથીરિયા, નીવીદભાઈ પારેખ, હર્ષિલભાઈ શાહ, જીતેન્દ્રભાઈ ધૂળકોટિયા, વિજયભાઈ પટગીર રાજેન્દ્રભાઈ જોશી, વિશાલભાઈ સોલંકી, કિશનભાઈ ચાવડા, જીગ્નેશભાઈ ચાવડા રોકાયેલ હતા.

(4:25 pm IST)