રાજકોટ
News of Tuesday, 26th October 2021

૯ લાખ પ૦ હજારનો ચેક પાછો ફરતા આરોપીને કોર્ટમાં હાજર થવા ફરમાન

રાજકોટ તા.ર૬ : રાજકોટ શહેરમાં કોઠારીયા મેઇન રોડ, નંદા હોલ પાસે, સુભાષનગર-૧પર રહેતા હિતેષભાઇ ધીરૂભાઇ પાનસુરીયાએ ધંધા માટે લીધેલ રકમ રૂ.૯,પ૦,૦૦૦ પરત કરવા ફરીયાદી જગદીશભાઇ રવજીભાઇ વૈષ્ણવની તરફેણમાં ઇસ્યુ કરી આપેલ ચેક રીટર્ન થતા અદાલતમાં ફરીયાદ દાખલ કરવામાં આવતા આરોપી હિતેષભાઇ પાનસુરીયાને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

આ કેસની હકીકત જોઇએ તો, રાજકોટ શહેરમાં કોઠારીયા મેઇન રોડ, નંદા હોલ પાસે, સુભાષનગર-૧ પર રહેતા હિતેષભાઇ ધીરૂભાઇ પાનસુરીયા કે જેઓ અન્યના ફાઇનાન્સના ઉપર માલીક ફાઇનાન્સના નામે ધંધો કરતા હતા અને તેધંધામાં મુડી રોકાઇ જતા ખોટ જતા મિત્રતાના સબંધના નાતે નાના બાંધકામનો ધંધો શરૂ કરવા માટે રાજકોટ મુકામે છુટક બાંધકામનો ધંધો કરતા અને શકિતનગર, જીથરીયા હનુમાન પાછળ રહેતા ફરીયાદી જગદીશભાઇ રવજીભાઇ વૈષ્ણવ પાસેથી રૂ.૯,પ૦,૦૦૦ મેળવી દોઢ વર્ષમાં લીધેલ રકમ પરત કરવા વચન, વિશ્વાસ અને ખાત્રી આપી સ્વીકારેલ રકમ પરત કરવા તમોમતદારે તેની બેંકનો રકમ રૂ.૯,પ૦,૦૦૦ નો ચેક ઇસ્યુ કરી આપી ચેક સુપ્રત કરતી વખતે ચેક રીટર્ન થશે નહિ અને ચેક માંહેનું ફરીયાદીનું લેણું, વસુલાય જશે તેવા વચન, વિશ્વાસ અને ખાતરી આપી તેના આધારે રજુ કરેલ ચેક રીટર્ન થતા અને તેની જાણ કરવા છતા યોગ્ય પ્રતિભાવથી પ્રત્યુતર આરોપી તરફથી ન મળતા આરોપીને ડીમાન્ડ નોટીસ પાઠવવા છતા ફરીયાદનું લેણું, કે નોટીસનો રીપ્લાય ન આપતા પ્રથમથી જ ફરીયાદનું લેણું ડુબાડવાનો બાદ આશય ધારણ કરી આરોપીએ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટ અન્વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોવાથી આરોપી વિરૂધ્ધ ચેક રીટર્ન સબંધે  અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજુઆત કરવામાં આવેલ કે, રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ ફલિત થાય છે કે, આરોપીએ ફરીયાદી પાસેથી બાંધકામનો ધંધો શરૂ કરવા માટે લીધેલ રકમ પરત કરવા ચેક આપી, તે પાસ થવા ન દઇ આરોપીએ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટ હેઠળ ગંભીર, પ્રકારનો ગુનો આચરેલ છ, જે રજુઆતો ધ્યાને લઇ આરોપીને અદાલતમાં હાજર થવા સમન્સો ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં ફરીયાદી જગદીશભાઇ વૈષ્ણવ વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયેલ હતા.

(4:25 pm IST)