રાજકોટ
News of Tuesday, 26th October 2021

સિવિલ હોસ્પિટલ બ્રિજની કામગીરી સંદર્ભે ભારે વાહનોને રૂડા ઓફિસના પાછળના રસ્તા પર ડાઇવર્ટ કરાવોઃ ડો. દર્શિતાબેન શાહ

સમસ્યા નિવારવા ડે.મેયર દ્વારા મ્યુનિ. કમિશ્નરને રજુઆત

રાજકોટ,તા. ૨૬ : શહેરના સિવિલ હોસ્પિટલ બ્રીજની કામગીરી સંદર્ભ ટ્રાફિક સમસ્યા નિવારવા ભારે વાહનોને રૂડા ઓફિસના પાછળના રસ્તા પર ડાઈવર્ટ કરવા મ્યુ.કમિશનરને  ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ દ્વારા રજુઆત કરવામાં આવી.

આ અંગે ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ દ્વારા મ્યુનિ.કમિશનરશ્રીને રજુઆત કરતા જણાવેલ છે કે રાજકોટ શહેરનો દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે. તેમજ ટ્રાફિકની સમસ્યાઓ ઉદ્દભવે છે સ્વભાવિક છે. જે ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સ્થળોએ બ્રીજ બનાવવાની કામગીરી હાલ કાર્યરત છે. તેવા જ એક ભાગ રૂપે સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ટ્રાફિકની સમસ્યા ધ્યાને લઈ બ્રીજ બનાવવાની કામગીરી હાલ ચાલુ છે. જે સંદર્ભે ટ્રાફિકને ડાઈવર્ટ કરવામાં આવેલ છે. આ ડાઈવર્ટ ટ્રાફિકના ભાગરૂપે કલેકટર કચેરીવાળા રોડ પર હાલ, ટ્રાફિક ડાઈવર્ટ કરવામાં આવેલ છે.

અહીથી એસ.ટી.ની બસો અને સીટી બસનો પણ સમાવેશ થાય છે. મોટા વાહનો આ તરફથી જતા હોય જેના પરિણામે સવાર અને સાંજના સમયમાં ટ્રાફિકજામની સમસ્યા વધુ ઉપસ્થિત થાય છે. આગામી દિવસોમાં દિવાળી તહેવારો પણ આવી રહ્યા છે. આ તરફ દ્યણા મોટા વિસ્તારો આવેલા છે. તેમજ લોકોને કોઈ ટ્રાફિક જામનો પ્રશ્ન ન રહે જે ધ્યાને લઈ આ તરફનાં ટ્રાફિકને જેમા મુખ્યત્વે એસ.ટી. બસ અને સીટીબસને રૂડા ઓફિસના પાછળનાં રોડ પર ડાઈવર્ટ કરવામાં આવે તો ટ્રાફિક જામની સમસ્યામાં મહંદઅંશે દ્યટાડો થઈશકે તેમ છે. તેમજ આ અંગે પોલિસ કમિશનરશ્રી તેમજ એસ.ટી. વિભાગનાં સબંધિત અધિકારી સાથે પરામર્શ કરી આ અંગે કરવાની થતી આગળની કાર્યવાહી સત્વરે હાથ ધરવા વધુમાં ડે.મેયર ડો. દર્શિતાબેન શાહે રજુઆતમાં જણાવેલ છે.

(3:04 pm IST)