જાગનાથ પ્લોટમાં કપડાના વેપારી પર બાજુવાળા દરજીનો હુમલો
દૂકાન પાસે કોગળા કરવા મામલે ડખ્ખોઃ ઘરમેળે સમાધાન
રાજકોટ તા. ૨૬: સાધુ વાસવાણી રોડ પર રહેતાં અને ન્યુ જાગનાથ પ્લોટ-૨૨ મહાકાળી મંદિર રોડ પર રેડીમેઇડ કપડાની દૂકાન ધરાવતાં ધર્મેશ પ્રદિપભાઇ વસાણી (ઉ.૨૪) પર બાજુની દરજીની દૂકાનવાળાભાઇએ પાઇપથી હુમલો કરી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં એ-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. ધર્મેશ વસાણીના કહેવા મુજબ દૂકાન નજીક કોગળા કરવા બાબતે બોલાચાલી થતાં હુમલો થયો હતો. જો કે આ મામલે ઘરમેળે સમાધાન કરી લીધું હોઇ ફરિયાદ નોંધાવી નહોતી.
અમરજીતનગરમાં અનિતાબેન સોલંકી પર સગાનો હુમલો
એરપોર્ટ રોડ બગીચા પાસે અમરજીતનગરમાં રહેતાં અનિતાબેન લાલજીભાઇ સોલંકી (ઉ.૫૦) પર તેના જેઠના જમાઇ રાજેશ તથા તેની સાથેના પિન્ટુ અને મંજુબેને જુના મનદુઃખનો ખાર રાખી લાકડી, પ્લાસ્ટીકની નળીથી હુમલો કરી ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવી હતી.