નામચીન બલી ડાંગર ગેંગનો સભ્ય રામદેવ ડાંગર પાસામાં ધકેલાયો
ક્રાઇમ બ્રાંચે વોરંટની બજવણી કરી વડોદરા જેલમાં ધકેલી દીધોઃ હથિયાર, હત્યાની કોશિષ, મારામારી સહિત ૧૫ ગુનામાં સામેલ
રાજકોટ,તા. ૨૬ : શહેરમાં એક સમયે ચર્ચામાં રહેતી નામચીન બલી ડાંગર ગેંગના સભ્યને ક્રાઇમ બ્રાંચે પાસામાં ધકેલી દીધો છે.
મળતી વિગતમ મુજબ શહેરના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલ હથિયાર હત્યાની કોશિષ તથા મારામારી રાયોટ, બળજબરીથી પડાવી લેવું પોલીસેની ફરજમાં રૂકાવટ સહિતના ૧૫ ગુનામાં સામેલ રામદેવ લક્ષ્મણભાઇ ડાંગર (ઉવ.૩૯) (રહે. કુવાડવા રોડ, શ્રીરામપાર્ક શેરી નં.૩, બ્લોક નં.૫)ને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના પીઆઇ એમ.બી.નકુમ, એ.એસ.આઇ રાજુભાઇ દહેકવાળ, હેડ કોન્સ. રાહુલગીરી, અજયભાઇ તથા ગીરીરાજસિંહ દરખાસ્ત કરતા પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવે વોરંટ ઇશ્યુ કરતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ વાય.બી.જાડેજા, હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ભરતસિંહ પરમાર, કોન્સ. કુલદીપસિંહ જાડેજા,શૈલેષભાઇ નેચડા, તથા વિજયભાઇ મેતા સહિતે રામદેવ લક્ષ્મણભાઇ ડાંગર (ઉવ. ૩૯)ને પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલી દીધો હતો.