રાજકોટ
News of Saturday, 26th September 2020

સોમવારથી ધો.૧૨ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનો પ્રારંભ : રાજકોટમાં ૨૨૦૦ છાત્રો

રાજકોટ, તા. ૨૬ : ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા. ૨૮મીથી ધો.૧૨ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનો પ્રારંભ થશે. રાજકોટ જિલ્લામાં રાજકોટથી શ્રી કરણસિંહજી ખાતે પ્રશ્નપત્રો સીલ કરવામાં આવ્યા છે.

રાજકોટ ડીઈઓ શ્રી કૈલાએ જણાવ્યુ છે કે શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૨ સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા રાજકોટમાં ૧૩ પરીક્ષા કેન્દ્રોના ૧૨૦ બ્લોકમાં ૨૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તા.૨૮થી તા. ૬-૧૦ સુધી ચાલશે. તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.  કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે કોવિડનું માર્ગદર્શન મુજબ ચુસ્ત અમલ કરવામાં આવશે. એક રૂમમાં માત્ર ૨૦ પરીક્ષાર્થીઓ અને થર્મલ ગનથી ચેકીંગ કરવામાં આવશે. માસ્ક અને સેનેટાઈઝરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

(3:39 pm IST)