રાજકોટ
News of Saturday, 26th September 2020

રસુલપરામાંથી ૨૯ હજારનો દારૂ પકડાયોઃ બસીરની શોધખોળ

ક્રાઇમ બ્રાંચના બી.જે. જાડેજા, મહિલપાલસિંહ, ચેતનસિંહની બાતમી

રાજકોટ તા. ૨૫: ગોંડલ રોડ પર રસુલપરા-૩૧માં રહેતાં બસીર સૈયદભાઇ લાહેજીએ ઘરમાં દારૂ ઉતાર્યો હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચના એએસઆઇ બી. જે. જાડેજા, મહિપાલસિંહ અને ચેતનસિંહ ગોહિલને મળતાં દરોડો પાડવામાં આવતાં રૂ. ૨૯૭૦૦નો ઓલ સિઝન ગોલ્ડ અને સ્ટ્રોંગ લિકર બ્રાન્ડનો નામ પણ ન સાંભળ્યા હોય તેવો રૂ. ૨૯૭૦૦નો ૮૧ બોટલ દારૂ મળતાં કબ્જે કર્યો હતો. બસીર હાજર ન હોઇ તેની શોધખોળ થઇ રહી છે.

એસીપી ક્રાઇમ ડી.વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં બલભદ્રસિંહ જાડેજા, મહિપાલસિંહ ઝાલા, યોગેન્દ્રસિંહ જાડેજા, ચેતનસિંહ ગોહિલ, વિરેન્દ્રસિંહ જાડેજાએ આ દરોડો પાડ્યો હતો.

(3:35 pm IST)