રાજકોટ
News of Saturday, 26th September 2020

થોરાળામાંથી ચીરાગ ચૌહાણ છરી સાથે પકડાયો

રાજકોટ, તા., ર૬: થોરાળા વિસ્તારમાં પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન કોળી શખ્સને છરી સાથે પકડી લીધો છે. મળતી વિગત મુજબ થોરાળા પોલીસ મથકના પીઆઇ જી.એમ.કડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી.એસ.ગઢવી, હેડ કોન્સ. ભુપતભાઇ નરસંગભાઇ, વિજયભાઇ, જયદીપભાઇ, કિરણભાઇ, યુવરાજસિંહ, સહદેવસિંહ તથા રમેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે થોરાળા વિસ્તારમાંથી ચીરાગ વિનોદભાઇ ચૌહાણ (ઉ.વ.૧૯) (રહે. મયુરનગર મેઇન રોડ)ને છરી સાથે પકડી લીધો હતો.

(3:34 pm IST)