રાજકોટ
News of Saturday, 26th September 2020

ઇંડાની લારી અને દુકાનો બહાર સોશિયલ ડીસ્ટન્સનું પાલન ન કરાવનારા વેપારીઓ સહિત ૩૧ પકડાયા

રાજકોટ તા. ર૬ : શહેરમાં કોરોના મહામારીના પગલે જાહેર કરાયેલા જાહેરનામાના અમલ માટે પોલીસ સક્રિય કામગીરી કરી રહી છે જેમાં ગઇકાલે અલગ-અલગ વિસ્તારમાં ઇંડાની લારી ધરાવતા દુધની ડેરી પાન અને કોલ્ડ્રીંકસની દુકાન ધરાવતા વેપારીઓ સહિત ૩૧ વ્યકિતને પકડી કાર્યવાહી કરી હતી જેની વિગતો આ મુજબ છે.

એ ડીવીઝન પોલીસે ઢેબર રોડ પર આર.એમ.સી. ચોકમાંથી રીક્ષા ચાકલ અક્ષય સુરેશભાઇ મુલીયાણા, એસ્ટ્રોન ચોકમાંથી રીક્ષા ચાલક વિનોદ કનુજીભાઇ સોનરાજ, કોઠારીયા નાકા ચોકમાંથી બાઇક પણર ત્રીપલ સવારી નીકળેલા કિશન જીત્રાભાઇ મેળા, તથા બી ડીવીઝન પોલીસે મર્કેટીંગ યાર્ડ પાસે જય રવેચીરાજ પાન  સેન્ટર નામની દુકાન ધરાવતા કરણ ભરતભાઇ મેતા, માર્કેટીંગ યાર્ડ પાસે જોગમાયા પાન સેન્ટર નામની દુકાન ધરાવતા ભાવેશ મુસાભાઇ વેકરીયા, જય ચામુંડા કોલ્ડ્રીંકસ એન્ડ પાન માવાની દુકાન ધરાવતા અરવિંદ પાંચાભાઇ પરમાર, ઠાકર પાન સેન્ટર નામની દુકાન ધરાવતા વિક્રમ ભુપતભાઇ કાનગડ, તથા થોરાળા પોલીસે ગજીવાડા શેરી નં.રરમાં હોમ કોરોન્ટાઇન કરાયેલા રમેશ રામજીભાઇ સાંગાણી, લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં બીસ્મીલ્લા પ્રોવીઝન સ્ટોર ધરાવતા શરીફ કાસમભાઇ મેર, ચુનારાવાડ ચોકમાંથી કીસ્મત હેર ડ્રેસર નામની દુકાન ધરાવતા બાવકુ નાજાભાઇ મિયાત્રા તથા ભકિતનગર પોલીસે કોઠારિયા મેઇન રોડ પરથી રીક્ષા ચાલક મુકેશ છગનભાઇ ચૌહાણ, રીક્ષા ચાકલ પોપટ પાંચાભાઇ રાતડીયા, રીક્ષા ચાલક ઇરફાન હારૂનભાઇ મખીયાણા, આજીડેમ ચોકડી પાસેથી રીક્ષા ચાલક જીતેન્દ્ર પરમાર, તથા માલવીયાનગર પોલીસે ચંદ્રનગર મેઇન રોડ પર ઓમ એજેન્સી ધરાવતા વીશાલ જયેશભઇ વાઘેલા, રીક્ષાચાલક મુન્ના હરેશભાઇ જાપડા, મવડી મેઇન રોડ પરથી રીક્ષા ચાકલ કાળુ નાથાભાઇ ગોહેલ, ખીજડાવાળા રોડ બાલાજી હોલ પાસેથી યમુના ડીલકસ પાન નામની દુકાન ધરાવતા હસમુખ વેજાભાઇ ચાંદેરા, મવડી રોડ પર જન્નત એમ્સવલ્ડ નામની રેકડી ચલાવતા ઇમ્તીયાઝ અબુભાઇ મીનીવાડીયા, ગોંડલ રોડ જકાતનાકા પાસ ેકીસ્મત એગ્સ નામની દુકાન ધરાવતા ઇલ્યાસ ગફારભાઇ પીપરવાડીયા, તથા પ્રનગર પોલીસે રેલનગર સાધુવાસવાણી કુંજ રોડ પર કન્ટેન્મેઇન્ટ ઝોન કિષ્ના બંગ્લોઝ પાસેથી અલ્પેશ વિયજભાઇ કોરીયા, પોપટપરા, ક્રિષ્નાનગર-પમાં અકીબ ફારૂકભાઇ કુરેશી, તથા ગાંધીગ્રામ પોલીસે હનુમાનમઢી પાસેથી રીક્ષા ચાલક અહેમદ હુસેનભાઇ બેલીમ, રૈયા રોડ વિમાનગર શેરી નં. રમાં વિજય કોલ્ડ્રીકસ એન્ડ પાન નામની દુકાન ધરાવતા આદીલ અસ્લમભાઇ ડાંગચીાય, જામનગર રોડ પરથી બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા દેવેન્દ્રસિંહ કિરીટસિંહ પરમાર, તથા તાલુકા પોલીસે ઉપાસના-૧માં હોમ કોરન્ટાઇન કરાયેલા સંગીતાબેન ભરતભાઇ ખાનપરા, પાટીદાર ચોકમાંથી રીક્ષા ચાલક પ્રવિણ છગનભાઇ પરમાર, રીક્ષા ચાલક નટુ ભીખાભાઇ બારૈયા, તથા યુનિવર્સિટી પોલીસે પુષ્કરધામ મેઇન રોડ, આલાપ સેન્ચ્યુરી સામે ખોડીયાર ડેરી ખુલ્લી રાખી ગ્રાહક વચ્ચે સોશિયલ ન જાળવનાર ખોડા ગોકળભાઇ લુણાગરીયા અને પંચાયત ચોક મેઘાણી ટાવરની બાજુમાં તીર્થરાજ એપાર્ટમેન્ટમાં જી.પટેલ પાન નામની દુકાન ધરાવતા ભાવીન મનસુખભાઇ વાછાણીની ધરપકડ કરી હતી.

(3:32 pm IST)