રાજકોટ
News of Saturday, 26th September 2020

રાજકોટ રેલ્વે સ્ટેશનને સુરક્ષા બની હાઇટેક

સામાન સ્કેનરના બે મશીનો લગાવાયા બુધવારથી થશે કાર્યરત

રાજકોટ,તા. ૨૬:  રેલ્વે સ્ટેશન પર સુરક્ષા હવે હાઇટેક બની ગઈ છે. રેલ્વે સ્ટેશનની સલામતી અને સુરક્ષા માટે સ્ટેશન પરિસરમાં બે બેગ સ્કેનર મશીનો લગાવવામાં આવ્યા છે. આ પ્રતિબંધિત વસ્તુઓ સ્ટેશન પર જતા અટકાવશે. રાજકોટ વિભાગના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ સ્ટેશનના મુખ્ય પ્રવેશદ્વાર પર પ્રથમ મશીન અને બીજું મશીન બુકિંગ ંઓફિસના ગેટ પર લગાવવામાં આવ્યું છે.

પ્રથમ મશીનની ક્ષમતા એક સમયે ૨૦૦ કિલોગ્રામ વજનવાળા વસ્તુને સ્કેન કરવાની છે અને તેની કિંમત લગભગ ૨૫ લાખ છે.બીજા મશીનની ક્ષમતા એક સમયે ૧૭૦ કિલો વજનવાળા વસ્તુને સ્કેન કરવાની છે અને તેની કિંમત આશરે ૧૩.૫૭ લાખ રૂપિયા છે. તે મુસાફરોના સામાન અને બેગ સ્કેન સાથે રાખશે. જયારે મુસાફરો ગેટ પાસે પહોંચે છે, ત્યારે તેમણે સામાનની તપાસ કરવી પડશે. તેને ચલાવવા માટે આરપીએફના જવાનોને તાલીમ આપવામાં આવી છે. તે બુધવારથી સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે.આ મશીનો ઉપરાંત, સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબુત બનાવવા માટે, ૨૨ હેન્ડ હેલ્ડ મેટલ ડિટેકટરની પણ ડિવિઝનના મહત્વના સ્ટેશનો પર માંગ કરવામાં આવી છે. તેમ તંત્રની સતાવાર યાદીમાં જણાવાયું છે.

(2:54 pm IST)