રાજકોટ
News of Saturday, 26th September 2020

કોઠારીયા રોડ પર સમીર અને રાજુ ચોરાઉ બાઇક સાથે પકડાયા

રાજકોટ તા. ર૬ :.. કોઠારીયા રોડ નિલકંઠ ટોકીઝ પાસેથી ભકિતનગર પોલીસે બાતમીના આધારે બે શખ્સોને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજ ભકિતનગર પોલીસ મથકના પી. આઇ. જે. ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે. બી. પટેલ, એએસઆઇ ફીરોઝભાઇ શેખ, હેડ કોન્સ. રણજીતસિંહ, મનરૂપગીરી, સલીમભાઇ, મૈસુરભાઇ, ભાવેશભાઇ, વાલજીભાઇ, મનિષભાઇ, દિવ્યરાજસિંહ, હિતેન્દ્રસિંહ અને રાજેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતાં ત્યારે હેડ કોન્સ. રણજીતસિંહ, વાલજીભાઇ અને ભાવેશભાઇને મળેલી બાતમીના આધારે કોઠારીયા રોડ નિલકંઠ ટોકીઝ સામેથી જીજે-૩-ઇડી-૪૧૧૯ નંબરના ચોરાઉ સ્પ્લેન્ડર મોટર સાયકલ સાથે સમીર ઉર્ફે સંજલો ખીમદાસભાઇ ગોંડલીયા (ઉ.ર૭) (રહે. વીરપરાવાડી અવેડા ચોક ધોરાજી), અને રાજુ નાથાભાઇ સોલંકી (ઉ.રપ) (રહે. ધોરાજી રેલવે સ્ટેશન પાસે ઝૂપડામાં) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:46 pm IST)