રાજકોટ
News of Saturday, 26th September 2020

છેતરપીંડી - વિશ્વાસઘાતના ગુન્હામાં આરોપીની આગોતરા જામીન અરજી મંજુર

રાજકોટ તા. ર૬: છેંતરપીડી તથા વિશ્વાસઘાતના ગુન્હામાં આરોપીની જામીન અરજી સેસન્સ કોર્ટે મંજુર કરી હતી.

રાજકોટ શહેરના ભકિતનગર પો. સ્ટે.માં આઇ.પી.સી. કલમો ૪૦૬, ૪ર૦, ૪૬પ, ૪૬૭, ૪૭૧ મુજબના ગુન્હાની ફરીયાદ વિમલ ઉર્ફે વિમલેશ ઇન્દુભાઇ મહેતા, સામે નોંધાયેલ હતી. ફરીયાદમાં જણાવેલ વિગત અનુસાર આ કામના ફરીયાદી દિલીપભાઇ બાબુલાલ ચાવડા એ આ કામના આરોપીના પિતા સાથે પરીચિત હોય શ્રી વિમલ ઉર્ફે વિમલેશ ને તેમના ઘરે જઇ તમારૃં બેંક KYC કરાવવા તમારા ડોકયુમેન્ટની જરૂર છે તેમ કહેતા ફરીયાદીએ ડોકયુમેન્ટ ભરેલ થેલી આપતા તે થેલીમાંથી આરોપીએ રાજ બેંક તથા આઇ.ઓ.બી. બેંકની ચેકો બુકમાંથી કોરા ચેક કાઢી લઇ તે ચેકોમાં ફરીયાદીની ખોટી સહીઓ કરી તે ચેકોનો બેંકમાં ખરા તરીકે ઉપયોગ કરી (વટાવી) રૂ. ૧૪,૭૦,૦૦૦/- ઉપાડી લઇ તેમાંથી આરોપીએ અમુક રકમ બેંકમાં જમા કરાવી દઇ બાકી બેંકની રકમ રૂ. ૮,૭૦,૦૦૦/- ઓળવી જઇ છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી ફરીયાદીની ખોટી સહી વાળા ચેકોનો ખરા તરીકે ઉપયોગ કરી ગુન્હો કર્યાની ફરીયાદ નોંધાવેલ હતી.

ફરીયાદ સંબંધે આરોપીની ધરપકડ કરતા આરોપીએ રાજકોટના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ. જેથી અરજદાર/આરોપીના જામીન મંજુર કરવા જોઇએ અને મુળ ફરીયાદી તરફે તેમના વિ. વકીલશ્રી દ્વારા જવાબ-વાંધા રજુ કરવામાં આવેલ હતા. આમ, કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી આરોપીની જામીન અરજી મંજુર કરેલ હતી.

આ કામે અરજદાર/આરોપી વતી રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી તુષાર બસલાણી, મનીષ કોટક, સંજય મહેતા, એઝાઝ જુણાચ, અલી અસગર ભારમલ, જગદીશ પડીયા વકીલો રોકાયેલા.

(2:46 pm IST)