રાજકોટ
News of Saturday, 26th September 2020

હવે બહાર નીકળી તો જીવતી નહિ રહેવા દઉં...મુંજકાની મહિલાએ જુના મિત્રને લગ્નની ના પાડતાં મળી ધમકી

યાસીન ખોખર સાથે ચોૈદ વર્ષથી મિત્રતા ધરાવે છે...એ લગ્ન કરવા માંગે છે, પણ મહિલાને નથી કરવાઃ તેનો નંબર બ્લોક કરી દેતાં પત્નિના ફોનમાંથી બેફામ ગાળો દઇ ધમકી દીધાની ફરિયાદ નોંધાઇ

રાજકોટ તા. ૨૬: મુંજકા રહેતી મહિલાને વર્ષો જુના મિત્ર મોચીનગરના મુસ્લિમ શખ્સએ લગ્ન કરી લેવાનું કહેતાં તેણીએ લગ્નની ના પાડતાં અને તેનો ફોન નંબર પણ બ્લોક કરી દેતાં આ શખ્સે પોતાની પત્નિના ફોનમાંથી મોડી રાતે ફોન કરી ગાળો દઇ 'હવે તું બહાર નીકળી એટલે જીવતી નહિ રહેવા દઉં' કહી ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

આ બાબતે યુનિવર્સિટી પોલીસે મુંજકા શ્યામાપ્રસાદ મુખર્જી નગર આવાસ યોજના કવાર્ટર સી-૧૦૦૧માં રહેતાં માલતીબેન આીશષભાઇ સાતા (બ્રાહ્મણ) (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી મોચીનગર-૫ના ખુણે શિતલપાર્કમાં રહેતાં યાસીન બસીરભાઇ ખોખર વિરૂધ્ધ આઇપીસી ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગાળો દઇ ધમકી આપવાનો ગુનો નોંધ્યો છે.

માલતીબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારી વીસ વર્ષની દિકરી સાથે રહુ છું અને લેડિઝવેરનો વેપાર કરી ગુજરાન ચલાવું છું. સત્તરેક વર્ષથી અલગ રહુ છું. શિતલ પાર્ક મોચીનગરના યાસીન ખોખરને છેલ્લા ચોૈદ વર્ષથી ઓળખુ છું. અગાઉ અમે બંને સારા મિત્રો હતો. પરંતુ ચારેક વર્ષથી યાસીન મને તેની સાથે લગ્ન કરી લેવાનું કહેતો હોઇ મારે લગ્ન કરવા ન હોઇ જે કારણે અવાર-નવાર ઝઘડા થતાં હતાં. આ કારણે મેં યાસીનનો મોબાઇલ નંબર બ્લોક કરી દીધો છે.

ગત ૨૩/૯ના હું રાતે ઘરે સુતી હતી ત્યારે લગભગ ૧૨:૪૯ મિનીટે યાસીનની પત્નિ પેરીનબેન (ટીની)ના મોબાઇલમાંથી ફોન આવ્યો હતો. જે મેં રિસીવ કરતાં યાસીન બોલતો હતો. તેણે મને જેમ ફાવે તેમ ગાળો ભાંડી હતી. મેં ગાળો દેવાની ના પાડતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને 'હવે તું ઘરની બહાર નીકળ એટલે જીવતી નહિ રહેવા દઉં' તેવી ધમકી આપી હતી. હું ગભરાઇ જતાં ફોન કટ કરીનાંખ્યો હતો. તેના ભયને કારણે ફરિયાદ પણ કરી નહોતી. હવે હિમત આવતાં પોલીસને જાણ કરી હતી.

હેડકોન્સ. સાજીદભાઇ ખેરાણીએ ગુનો નોધ્યો હતો. હેડકોન્સ. કૃપાલસિંહ ઝાલા વધુ તપાસ કરે છે.

(1:11 pm IST)