રાજકોટ
News of Wednesday, 26th September 2018

રાજકોટમાં આઇટીનું મેગા ઓપરેશન :10 કરોડની રોકડ ઝડપાઇ :17 બેન્ક લોકર સીલ કરવા તજવીજ

રાજકોટઃ રાજકોટમાં વહેલી સવારથી જ આઈટી વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા  મેગા ઓપરેશન હાથ ધરાયુ હતું. કુલ 44 સ્થળે પાડેલા સપાટામાં 26 સ્થળે દરોડા અને 18 સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ સર્ચ એન્ડ સર્વેની કામગીરીમાં 100થી વધુ અધિકારીઓ જોડાયા હતા. દિવસભર ડેકોરા ગૃપ પર ચાલેલી આઈટીની કાર્યવાહી બાદ 10 કરોડ રૂપિયાની જંગી રકમ ઝડપાઈ છે. 

 આવકવેરા વિભાગ દ્વારા આજે સવારથી 5 બિલ્ડર્સ ત્યાં દરોડા પાડ્યા હતા. 44 સ્થળોએ દરોડા અને સર્વેની કાર્યવાહી કરવામાં આવી હતી. સવારથી જ ચાલેલી કાર્યવાહી હજુ પણ ચાલુ છે. 17 જેટલા બેન્ક લોકર્સ પણ સીલ કરવામાં આવ્યા છે. 

(12:17 am IST)