રાજકોટ
News of Wednesday, 26th September 2018

રાજકોટમાં સ્વાઈનફ્લુનો ભરડો :વધુ ત્રણ કેસ પોઝિટિવ :30 જેટલા દર્દીઓ સારવાર હેઠળ

 

રાજકોટમાં સ્વાઈન ફ્લુનો ભરડો દિન પ્રતિદિન વધી રહ્યો છે આજે સ્વાઈન ફલૂના વધુ ત્રણ પોઝિટિવ કેસ સામે આવતાં આરોગ્ય વિભાગમાં  દોડધામ મચી છે હાલ રાજકોટમાં સ્વાઈન ફલૂના કુલ 30 દર્દીઓ જુદી જુદી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

રાજકોટમાં દિવસે દિવસે સ્વાઈન ફલૂ રોગની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે રાજકોટ જિલ્લામાં સ્વાઈન ફલૂના ત્રણ કેસ પોઝિટિવ આવ્યા છે.50 વર્ષિય મહિલા તેમજ પુરૂષને સ્વાઈન ફલૂનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. તેમજ 22 વર્ષિય યુવતિને સ્વાઈન ફલૂનો રોગ પોઝિટિવ આવ્યો છે

 રાજકોટમાં સ્વાઈન ફલૂના રોગથી પીડાતા 30 જેટલા દર્દીઓ જુદી જુદી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આમ સ્વાઈન ફલૂના રોગે જાણે રાજકોટ આરોગ્ય વિભાગની ઊંઘ હરામ કરી નાંખી છે.

(9:51 pm IST)