રાજકોટ
News of Wednesday, 26th September 2018

રાજકોટ ચેમ્બરના નવા પ્રમુખ ગૌતમભાઈ ધમસાણીયા :માનદમંત્રીપદે ઉપેનભાઈ મોદી :છેલ્લી ઘડી સુધી પ્રમુખપદ માટે ખેલ ખેલાયા :આખરે વી,પી,વૈષ્ણવ સામે ગૌતમભાઈ ધમસાણીયાનો વિજય :ગૌતમભાઈને 14 મત અને વી.પી,વૈષ્ણવને 10 મત મળ્યા

  રાજકોટ :અત્રેની સેમ્બર ઓફ કોમર્સની સાંજે 5 વાગ્યે કારોબારીની બેઠક મળી હતી,આ બેઠકનું કેન્દ્ર સ્થાન પ્રમુખપદ હતું,છેલ્લી ઘડીના સસ્પેન્સ બાદ પ્રમુખપદ માટે બે ઉમેદવારો મેદાનમાં આવ્યા હતા

 વી,પી,વૈષ્ણવ અને ગૌતમભાઇ ધમસાણીયાએ ઉમેદવારી નોંધાવતા ગુપ્ત મતદાન કરાવવું પડ્યું હતું જે બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું અને વી,પી, વૈષ્ણવ સામે ગૌતમભાઈ ધમસાણીયાનો વિજય થયો હતોગૌતમભાઈને14 તો વી,પી,વૈષ્ણવને 10 મત મળ્યા હતા 

  આ ઉપરાંત ચેમ્બરના ઉપપ્રમુખ પદે પાર્થ ગણાત્રા અને ખજાનચી તરીકે પ્રણવ શાહ રિપીટ થયા હતા સહમંત્રીપદે કિશોરભાઈ રૂપાપરા રહેશે

  પ્રમુખપદની ચૂંટણીમાં છેલ્લે સુધી સસ્પેન્સ અને કાવાદાવા રહ્યાં હતા એવું જણાતું હતું કે ચેમ્બરને જ્ઞાતિવાદનો ભોરિંગ ભરખી ગયો છે

  છેલ્લા થોડા સમયથી એક જ્ઞાતિ તરફ ઝુકાવ રહયો હતો તેના પડઘા પ્રમુખપદની ચૂંટણીમાં જોવા મળ્યા હતા

(6:56 pm IST)