રાજકોટ
News of Wednesday, 26th September 2018

આંગડીયા પેઢીના લૂંટ કેસમાં આરોપની જામીન અરજી ફગાવી દેતી સેસન્સ કોર્ટ

રાજકોટ તા. ર૬ : આંગડીયા પેઢીના રોકડા રૂ.ર,૭૦,૦૦૦ તથા રૂ. ૯,૬૦,૦૦૦ હીરા પાર્સલના લુંટના ગુન્હામાં આરોપીની જામીન અરજી સેસન્સ કોર્ટે રદ કરી હતી.

આ કેસની હક્કીત એવી છે કે તા. ર/૮/૧૮ ના રોજ જસદણ ખાતે આવેલ મહેન્દ્ર અરવિંદ આંગડીયાના કર્મચારી પાસેથી આરોપીઓ દિલિપ ઉર્ફે. દીલો વનરાજ ઉર્ફે વનરૂ વિપુલ ઉર્ફે શેઠ ઉર્ફે વિપો તથા ભનાભાઇ શીયાળ તમામ અગાઉથી કાવતરૂ રચી ફરીયાદી અમીતકુમાર હરેશભાઇ નાયક તથા ઇજા પામનાર ચંદનભાઇ પટેલના મોટર -સાઇકલનો પીછો  કરી મારી નાખવાના ઇરાદે ફરીયાદી તેમજ સાહેદને ચાલુ મોટરસાઇકલ ઉપર જસદણ આટકોટ રોડ ઉપર પહોચતા એક ફોર વ્હીલ ગાડી પાછળથી ટક્કર મારેલ અને ગાડીમાંથી આરોપી ઉતરી અને ફરીયાદી પાસે રહેલ રોકડ રકમ તથા હીરાના નાના મોટા પાર્સલ કુલ રૂ.૧ર,૩૦,૦૦૦ ભરેલ પર્સ લુટ કરી લઇ ગયેલ.આ ગુનામાં આરોપી ભના કડવા શિયાળે જામીન પર છુટવા અરજી કરી હતી.

આ કામે સરકાર પક્ષે સરકારી વકીલ એ.એસ.ગોગિયા દ્વારા એવી રજુઆત કરવામાં આવેલ કે આ કામના અરજદારે સહઆરોપીઓ સાથે ગુન્હાહીત કાવતરૂ રચી ફરીયાદી તેમજ સાહેદને મારામારી ફરીયાદી પાસે રહેલ આંગડીયા પેઢીના રોકડા રૂ.ર,૭૦,૦૦૦ તથા હીરાના પાર્સલ નંગ ૩૩ ભરેલ પર્સ આંચકી લઇ લુટ કરી નાસી ગયેલ અને ત્યારબાદ અરજદારે લુટમાં ગયેલ મુદામાલ પોતાની પાસે રાખી પોતે હીરા વેચાવી દેશે અને થોડા હીરા આપવા પડશે. તેમ કહી સહઆરોપીને ગૂન્હો કરવા મદદગારી કરેલ હતી.તેમજ અરજદાર પાસેથી લુટમાં ગયેલ મુદ્દામાલ પૈકી અમુક હીરા કબજે થયેલ છે તેમજ અરજદારનું નામ તપાસ દરમ્યાન ખુલેલ હોય તેમજ ગુન્હાની ગંભીરતા જોતા નામંજુર કરવાની રજુઆત કરેલ.

બંને પક્ષોની રજુઆત સાંભળ્યા બાદ એડીશનલ સેસન્સ જજ રાજકોટ બાબી દ્વારા અરજદાર આરોપીને જામીન ઉપર મુકત કરવા યોગ્ય અને ન્યાયોચીત જણાઇ આવતુ, ન હોય અરજદાર આરોપીની રેગ્યુલર જામીન અરજી રદ કરતો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ અનિલ એસ. ગોગીયાએ રજુઆત કરેલ.

(4:41 pm IST)