રાજકોટ
News of Wednesday, 26th September 2018

પત્નિને ભરણ પોષણની ૧૬ લાખની રકમ નહિ ચુકવતા મુંબઇ સ્થિત પતિને ૪ર માસની સજા

રાજકોટ તા. ર૬ :.. અત્રે આર. કે. સી. ગ્રાઉન્ડ સામે આવેલ. વેંકટેશન બીલ્ડીંગ પ્લાઝામાં રહેતા મનીષાબેન ધર્મેશભાઇ અનારકટે મુંબઇના તારદેવ રોડ ઉપર રહેતા તેના પતિ ધર્મેશ મહેશભાઇ અનારકટ  સામે કરેલ ભરણ પોષણ કેસમાં ફેમેલી કોર્ટના જજ શ્રી એસ. એમ. મહેતાએ તેણીના પતિને ૪ર માસની સજા ફરમાવેલ છે.

આ અંગેની વિગત એવી છે કે, અરજદાર મનીષાબેન તેના મુંબઇ સ્થિત પતિ ધર્મેશ અનારકટ સામે પોતાનું તેમજ પોતાના  સગીર પુત્ર આર્યનનું ભરણ પોષણ મેળવવા ફેમીલી કોર્ટમાં કેસ કરેલ હતો.

આ કેસમાં કોર્ટે અરજદારને અરજી તારીખથી માસીક રૂ. ર૦ હજાર તથા સગીર પુત્રને માસીક રૂ. ૧૦ હજાર મળી મહિને કુલ રૂ. ૩૦ હજાર ચુકવવાનો હુકમ કર્યો હતો.

કોર્ટના હુકમ મુજબ તેણીના પતિએ રકમ નહિ ચુકવતાં અરજી તારીખથી જમા થયેલ કુલ રૂ. ૧ર,૬૯,પ૦૦ વસુલવા તેણીએ કોર્ટમાં અરજી કરી હતી.

આ  કામે કોર્ટે ઉપરોકત રકમ ચુકવવાનો પતિને હુકમ કર્યો હતો. પરંતુ પતિ દ્વારા રકમ ચુકવવામાં કસુર થતાં અદાલતે ૪ર માસની ચડત થયેલ રકમ રૂ. ૧ર,૬૮,પ૦૦ ચુકવવામાં કસુર કરવા બદલ ૪ર માસ અને ૧ દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

(4:40 pm IST)