રાજકોટ
News of Wednesday, 26th September 2018

વોર્ડ નં. ૧૦-૧૩-૧૫માં સફાઇ ઝુંબેશઃ ૧૨૨ ટન કચરાનો નિકાલઃ ફોમેગ-દવા છંટકાવ કરાયું

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા'વન ડે-થ્રી વોર્ડ'સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આજે વોર્ડ નં.૧૫,૧૦,૧૩માં ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં, આ ત્રણેય વોર્ડ નં: ૭૦૭ વિસ્તાર માંથી ૧૨૨ ટન કચરાનો નિકાસ કરવામાં આવ્યો હતો. ૩ વોર્ડમાં દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી હતી. આજની આ કામગીરીમાં  મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, હાઉસિંગ સમિતિ ચેરમેન જયાબેન ડાંગર, ડ્રેનેજ સમિતિ ચેરમેન જયોત્સનાબેન ટીલાળા, કોર્પોરેટર નીતિનભાઈ રામાણી, પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગર, ડે.કમિશનર સી. કે.નંદાણી, ડે. કમિશનર ગણાત્રા, ડે. કમિશનર જાડેજા, સિટી એન્જી ચિરાગ પંડ્યા, કામલીયા સાહેબ, દોઢીયા સાહેબ, આરોગ્ય અધિકારી પી. પી. રાઠોડ, નાયબ આરોગ્ય અધિકારી ચુનારા, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, વી. એમ. જીંજાળા, ડે. એન્જીનીયર પટેલિયા સાહેબ, વોર્ડ નં.૧૫ વોર્ડ ઓફિસર નિશા જાદવ, પ્રમુખ ભીખુભાઈ ડાભી, મહામંત્રી રત્નાભાઈ મોરી, મહેશભાઈ બથવાર તથા હસુભાઈ ખત્રી, વોર્ડ નં.૧૩ વોર્ડ ઓફિસર એફ. બી. કલ્યાણી, પ્રમુખ હસુભાઇ ચોવટિયા, મહામંત્રી યોગેશભાઈ ભુવા, દિલીપ ધગત, કોટક, સિયાણીભાઈ તથા દિવ્યેશભાઈ પીપળીયા, રમેશભાઈ વેકરીયા, રમેશભાઈ બાળસરા, ભરતભાઈ બોરીચા, વજુભાઈ લુણાસિયા, નીરવભાઈ રાયચુરા, કેતનભાઈ વાછાણી, નારણભાઈ બોળિયા, ધર્મેન્દ્રભાઈ ડાંગર, પ્રભાતભાઈ ડાંગર, વિપુલભાઈ ગજ્જર, મહિલા મોરચા પ્રમુખ શિલ્પાબેન ચૌહાણ, જીજ્ઞાબેન વ્યાસ, તેમજ વોર્ડ નં.૧૦ વોર્ડ ઓફિસર રાજેશ ચત્રભુજ, પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી હરેશભાઈ કાનાણી, પરેશભાઈ તન્ના, પરેશભાઈ હુંબલ, સંગીતાબેન છાયા, નીતાબેન વદ્યાસીયા, અશ્વિનભાઈ કોરાટ, હેમંતસિંહ ડોડીયા, અજીતસિંહ, જયસુખભાઈ બારોટ, હેમાંગભાઈ માંકડિયા, પિયુષભાઈ મહેતા, ડો. આશિષભાઈ મકવાણા, કિશોરભાઈ સોજીત્રા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:28 pm IST)