News of Wednesday, 26th September 2018
ઓપન રાજકોટ સિનિયર લીગ કમ નોકઆઉટ ફ્રૂટબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ
રાજકોટઃ દિવંગત સર્વશ્રી દિનેશ ગોસાઇ (દાદુ)તથા પિટર જેકના સ્મારણાર્થે ''ઓપન રાજકોટ સિનિયર લીગ કમ નોકાઉટ ફુટબોલ ટુર્નામેન્ટ'' નો પ્રારંભ થયો છે. જેમા કુલ ૧૨ ટીમોએ ભાગ લીધેલ છે. આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન બન્ને ખેલાડીઓના કુટુંબીજનો દ્વારા દીપ પ્રાગ્ટય કરી કરવામાં આવેલ. આ પ્રસંગે ગુણવંતભાઇ ડેલાવાળા પ્રમુખ, આર.ડી.એફ.એ, ડી.વી. મહેતા ઉપ પ્રમુખ, આર.ડી.એફ.એ., મુકેશભાઇ બુંદેલા, ઉપ પ્રમુખ, આર.ડી.એફ.એ જીવણસિંહ બારડ ઓ. સેક્રેટરી, કે.ડી. ગુરૃંગ તથા પ્રકાશ બક્ષી ઉપસ્થીત રહ્યા હતા.
(4:27 pm IST)