રાજકોટ
News of Wednesday, 26th September 2018

રાજકોટનું ગાઇડ પાન હાઉસ...જયાં દેવાનંદના જન્મદિનની વિશિષ્ટ રીતે ઉજવણી થાય છે

કેશુભાઇ રાઠોડ ૧૭ વર્ષની ઉંમરે ગાઇડ ફિલ્મના શુટીંગમાં દેવાનંદને રૂબરૂ મળ્યા અને નાતો બંધાઇ ગયો

રાજકોટ  : ફિલ્મ નિર્દેશક નિર્માતા અને કલાકાર સ્વ.દેવઆનંદ દેવસાહેબનો જન્મ ર૬મી સપ્ટેમ્બરે ૧૯ર૩માં પંજાબમાં થયો હતો.૩ ડીસેમ્બર-ર૦૧૧માં દિવસે લંડન ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રાજકોટમાં દેવઆનંદના એક અનન્ય ચાહક કેશુભાઇ રાઠોડ આજે પણ તેઓએ તેમની ગાઇડ પાન હાઉસ ખાતે દેવસાહેબની વિશાળ તસ્વીર રાખી છે અને તેને ફુલહાર કરીને દેવઆનંદની યાદમાં દાન ધર્માદો કરે છ.ે

સદરમાં ભીલવાસમાં જે તે સમયે રહેતા હતા ૧૭ વર્ષની ઉંમરે ગાઇડ ફિલ્મના શુટીંગ દરમ્યાન વાંકાનેર અને લીંબડીમાં દેવઆનંદને બે ત્રણ વખત મળ્યા હતા અને દેવઆનંદ સાથે ભોજન પણ લીધું હતું. તેમના ચાહક કેશુભાઇએ તેમની દુકાન શરૂ કરી ત્યારથી ગાઇડ પાન હાઉસ એવું નામ આપ્યું છ.ે દેવઆનંદના નિધનના દિવસે તેમણે દુકાન બંધ રાખી શ્રદ્ધાંજલી અર્પી હતી અને દાન ધમાર્દો કર્યો હતો. તેમણે ગાઇડ ફિલ્મ ૧૦૧ વખત જોઇ છે. કેશુભાઇ રાઠોડ (મો.૯૪ર૭પ ૬૧ર૧૪) રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના નિવૃત્તિ કર્મચારી છ.ેતેમના મોબાઇલના રીંગટોન સ્કીન અને દુકાનમાંં દેવઆનંદ જીવંત છે.

(4:16 pm IST)