રાજકોટ
News of Wednesday, 26th September 2018

સાંજે ચેમ્બરની કારોબારીની મીટીંગઃ છેલ્લી ઘડીના કોઈ ફેરફાર ન થાય તો વી.પી. વૈષ્ણવ બનશે નવા પ્રમુખ

રાજકોટ :. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના નવા સુકાનીની પસંદગી માટે આજે બપોર બાદ કારોબારીની બેઠક શરૂ થઈ છે. જો છેલ્લી ઘડીના કોઈ ફેરફાર ન થાય અને કોઈ રમત ન રમાય તો વી.પી. વૈષ્ણવ નવા પ્રમુખ બનશેઃ અત્રે એ નોંધનીય છે કે, ચેમ્બરમાં પ્રમુખની મુદ્દત ૩ વર્ષની હોય છે પરંતુ દોઢ વર્ષ પહેલા આ માટે બે દાવેદારો થતા મધ્યસ્થીઓએ ફોર્મ્યુલા ઘડી કાઢી હતી અને દોઢ વર્ષ શિવલાલ બારસીયા અને દોઢ વર્ષ વી.પી. વૈષ્ણવ પ્રમુખ બનશે તેવુ નક્કી થયુ હતુઃ ૩૦મી સપ્ટેમ્બરના રોજ વર્તમાન પ્રમુખ શિવલાલ બારસીયાની દોઢ વર્ષની મુદત પુરી થાય છે, ૨૯મીએ ચેમ્બરની એજીએમ છે તે પૂર્વે આજે પ્રમુખ પદની પસંદગી માટે ચેમ્બરના હોલમાં ૪.૩૦ કલાકે કારોબારીની બેઠક શરૂ થઈ છે. આ લખાય છે ત્યાં સુધી પ્રમુખ પદ માટે કોઈ બીજાની દાવેદારી બહાર આવી હતી. જો કે છેલ્લી ઘડીએ ફલોર ઉપર કોઈ દાવેદારી આવે તો જબરા ખેલ ખેલાશે તેવુ ચર્ચાય રહ્યુ છે. જો કે આ અંગે કોઈ કશુ કહેવા તૈયાર નથી, આ સંજોગોમાં બેઠકનુ પરિણામ શું આવશે ? તે બાબતે ઉત્તેજના જગાવી છે

(4:03 pm IST)