News of Wednesday, 26th September 2018
નરેન્દ્રભાઇ મોદીની જાહેર સભાની તડામાર તૈયારીઓ : 'મહાત્મા ગાંધી મ્યુઝિયમ'ના પ્રચાર માટે હોર્ડીંગ્સ લગવાયા
રાજકોટ : આગામી રવિવારે રાજકોટની ઐતિહાસિક આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં મ્યુ. કોર્પોરેશને બનાવેલ મહાત્મા ગાંધી મ્યુઝિયના લોકાર્પણ માટે રાજકોટ આવી રહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વાગત અને જાહેરસભાની તડામાર તૈયારીઓ થઇ રહી છે. તસ્વીરમાં શહેરની ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં વડાપ્રધાન જાહેરસભાના સ્થળે અંદાજે પ૦ હજારની જનમેદની માટે વોટરગ્રુફ ડોમ (સમીયાણો) બનાવવામાં આવી રહેલો દર્શાય છે. જયારે અન્ય તસ્વીરમાં આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં નવનિર્મિત મહાત્મા ગાંધી મ્યુઝીયમના પ્રચાર માટે શહેરમાં વિવિધ સ્થળોએ લગાવેલા હોર્ડીંગ્સ બોર્ડ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(4:02 pm IST)