રાજકોટ
News of Wednesday, 26th September 2018

અંકુર સોસાયટીમાં રીક્ષામાંથી દારૂની ૧૪૪ બોટલ જપ્ત : ચાલકની શોધ

રાજકોટ, તા. ર૬ : જંગલેશ્વર પાસે અંકુર સોસાયટીમાંથી સુપરકોપ નાઇટ રાઉન્ડ દરમ્યાન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી સીએનજી રીક્ષામાંથી દારૂની ૧૪૪ બોટલ કબ્જે કરી ચાલકની શોધખોળ આદરી હતી.

મળતી વિગત મુજબ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી સુપરકોપ નાઇટ રાઉન્ડમાં પીએસઆઇ એમ.એમ. ઝાલા, પીએસઆઇ એ.વી. પીપરોતર, હેડ કોન્સ. પ્રતાપસિંહ રાણા, આશિષભાઇ દવે, કલ્પેશભાઇ બોરીચા, પ્રદીપસિંહ જાડેજા, સવજીભાઇ બાલાસરા સહિત નાઇટ રાઉન્ડમાં હતા. ત્યારે ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. પ્રતાપસિંહ રાણાને મળેલી બાતમીના આધારે જંગલેશ્વર પાસે અંકુર સોસાયટી શેરી નં.૪માંથી જીજે-૧૮-એકસ-પ૬૯૪ નંબરની સીએનજી રીક્ષામાંથી દારૂની ૧૪૪ બોટલ કિંમત રૂ. ૪૩,ર૦૦ તથા રીક્ષા મળી રૂ. ૮૩,ર૦૦નો મુદામાલ કબ્જે કરી ચાલકની શોધખોળ આદરી છે.

(4:01 pm IST)