રાજકોટ
News of Wednesday, 26th September 2018

ડીસેમ્બરથી રાજકોટના તમામ ગ્રામ્ય વિસ્તારમાં કાર્ડ હોલ્ડરોને કેરોસીન નહીં મળેઃ હાલ ૬ લાખ લીટરની બચત

રાજકોટ સહિતના શહેરી વિસ્તારમાં કેરોસીન બંધ કરાયું: કુલ ૫ લાખથી વધુ ગેસ કાર્ડ હોલ્ડરો

રાજકોટ, તા. ૨૬ :. રાજકોટ જીલ્લા પુરવઠા તંત્રના સૂત્રોએ ઉમેર્યુ હતુ કે આગામી ડીસેમ્બર માસથી રાજકોટના તમામ ગ્રામ્ય વિસ્તારમાં કાર્ડ હોલ્ડરોને કેરોસીન વિતરણ બંધ કરી દેવાશે. હાલ એપીએલ કાર્ડ હોલ્ડરોને શહેરી વિસ્તારમાં બંધ કરાયુ છે. હવે ડીસેમ્બરથી રાજકોટ જીલ્લાના તમામ ગામડા આવરી લેવાશે.

સાધનોએ ઉમેર્યુ હતુ કે હાલ ૨ લાખથી વધુ કાર્ડ હોલ્ડરો કેરોસીન મેળવે છે. જેની વસતિ ૮ લાખ ૩૪ હજાર થવા જાય છે. જેની સામે ૫ લાખ ૧૭ હજાર ગેસ કનેકશન ધારકો છે, જેની વસતી ૧૯ લાખ ૭૦ હજાર થવા જાય છે. શહેરમાં એપીએલ કાર્ડ હોલ્ડરોને કેરોસીન બંધ કરાતા દર મહિને ૬ લાખ લીટર કેરોસીનનો વપરાશ ઘટયો છે. હાલ દર મહિને ૧૬૨૭ કેએલ કેરોસીન આવે છે અને હાલ ગેસ ધરાવતા કાર્ડ હોલ્ડરોના કાર્ડમાં સ્ટેમ્પીંગ ચાલુ છે. સ્ટેમ્પીંગ ૨૫ હજારથી વધુ કાર્ડનું થયું છે. સ્ટેમ્પીંગથી પણ કેરોસીનની બચત થઈ છે.

(4:01 pm IST)