રાજકોટ
News of Wednesday, 26th September 2018

કુવાડવાના સૂર્યા રામપરામાં કોળી પરિણીતા નયનાબેન ઝાલાનું સળગી જવાથી મોત

રાજકોટ તા. ૨૬: કુવાડવાના સૂર્યા રામપરા ગામમાં રહેતી નયનાબેન વિપુલ ઝાલા (ઉ.૨૫) નામની કોળી પરિણીતા સળગી જતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

નયનાબેન કોઇ કારણોસર સળગી ગયાની જાણ થતાં ૧૦૮ પહોંચી હતી. તેના ઇએમટી ધર્મેશભાઇએ તેણીને મૃત જાહેર કરતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. કુવાડવાના પીએસઆઇ વી. પી. આહિર અને રાઇટર મહાવીરસિંહ ઝાલાએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતાં. બનાવ આપઘાતનો છે કે કેમ? તે અંગે વિશેષ તપાસ બાકી છે. તેણીનો પતિ છુટક મજૂરી કરે છે અને માવતર ઘીયાવડ રહે છે. માવતરના નિવેદન અંતિમવિધી બાદ નોંધવામાં આવશે. (૧૪.૬)

(12:00 pm IST)