રાજકોટ
News of Sunday, 26th June 2022

૧૫૦ ફુટ રીંગરોડ પાટીદાર ચોકમાંથી ૩૮ હજારનો ગાંજો કારમાં લઈને નીકળેલા જામનગર દરેડના બાબુ અને જયસુખને તાલુકા પોલીસે પકડ્યા: નાનું પાટીલનું નામ ખુલ્યું

રાજકોટઃ તાલુકા પોલીસે મોટા મવા ૧૫૦  ફૂટ રિંગરોડ પર પાટીદાર ચોકમાંથી જીજે-૨૩પી-૦૭૩૪ નંબરની સ્વીફ્ટ કારમાં બે શખ્સને ગાંજો રાખી નીકળતા તાલુકા પોલીસે પકડી લઈ કુલ રૂ. ૪,૪૮,૦૬૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

કોન્સ.વહરસુખભાઇ આલાભાઇ સબાડની ફરિયાદ પરથી બાબુ પાલાભાઇ સોલંકી (ઉ.વ-પર ધધો-ડ્રાઇવીંગ રહે દરેડ ગામ, ખોડીયાર નગર-૪ તા.જી-જામનગર) તથા જયસુખ પુંજાભાઇ સાદીયા (ઉ.વ-૨૭ ધંધો-મજુરી રહે-દરેડ ગામ, ખોડીયાર નગર-૪ તા.જી-જામનગર) વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે. નાનું પાટીલ નામના શખ્સનું નામ ખુલતાં શોધખોળ થઈ રહી છે.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી સુધીરકુમાર દેસાઈ, એસીપી જે.એસ. ગેડમની રાહબરીમાં પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ એન.કે. રાજપુરોહિત, પીએસઆઇ પી.એમ. રાઠવા, એએસઆઈ આર.બી. જાડેજા સહિતે આ કાર્યવાહી કરી હતી. વધુ તપાસ હાથ ધરાઈ છે.

આ કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે.એન.ભુકણ તથા પો.સ.ઇ. એન.કે.રાજપુરોહિત, એ.એસ.આઇ આર.બી.જાડેજા, જે.ડી.વાધેલા તથા પો.હેડ.કોન્સ પ્રવીણભાઇ વાસાણી, ભાવેશભાઇ પરમાર, કુલદીપસિંહ જાડેજા, કિશનભાઇ પાંભર, કોન્સ. હરસુખભાઇ સબાડ, ધમૅરાજસિંહ રાણા તથા હષૅરાજસિંહ જાડેજાએ કરી હતી.

(6:14 pm IST)