કોઠારીયા રોડ નિલકંઠ ટોકીઝ પાસે વરલીનો જુગાર રમાડતો લક્ષ્મણ પકડાયો
રાજકોટ તા.ર૬ : શહેરના કોઠારિયા રોડ પર નીલકંઠ ટોકીઝ પાસે વરલી ફીચરના આંકડા લખી જુગાર રમાડતા શખ્સને ભકિતનગર પોલીસે પકડી લીધો છે.
મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી. કે.ગઢવી તથા પીએસ આઇ.પી. વી. જેબલીયા, હેડ કોન્સ વિક્રમભાઇ, રણજીતસિંહ, ફીરોઝભાઇ શેખ, દેવાભાઇ, ભાવેશભાઇ, વાલજીભાઇ, મેહુલભાઇ, દિવ્યરાજસિંહ, મનીષભાઇ, રવીરાજભાઇ, રાજેશભાઇ તથા હિતેન્દ્રસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ દેવાભાઇ તથા ભાવેશભાઇને મળેલી બાતમીના આધારે કોઠારિયા મેઇન રોડ પર નિલકંઠ સિનેમા પાસે દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમાડતા લક્ષ્મણ ઘનશ્યામભાઇ સોરઠીયા (ઉ.૩૮) (રહે. રણુજા મંદિર શિવપાર્ક શેરી નં.૧) ને પકડી લઇ રૂ.૧૧,ર૦૦ ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.