રાજકોટ
News of Wednesday, 26th June 2019

રાજકોટના મેટોડા આસપાસ ધોધમાર વરસાદ ;ગોંડલ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

ખેડૂતો સહીત પ્રજાજનોમાં આનંદની લાગણી ફેલાઈ

રાજકોટમાં આજે સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો આકાશ ગોરંભાયું હતું ત્યારે રાજકોટના  ગોંડલમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો..વરસાદની ધમાકેદાર બેટીંગથી ખેડૂતો સહીત પ્રજાજનોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.

રાજકોટ જીલ્લામાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો. મેટોડા ગામ અને આસપાસના પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. મેટોડા GIDC વિસ્તારમાં વરસાદ આવતા ગરમીમાંથી લોકોને રાહત મળી હતી. બીજી તરફ ગોંડલમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો

(7:34 pm IST)