રાજકોટ
News of Wednesday, 26th June 2019

૧ લી જુલાઈથી ઓનલાઈન બિલ્ડીંગ પ્લાન ઈન્વર્ડની કાર્યવાહી શરૂ થનાર છે તે પહેલા પ્લાન મંજુરી માટે કોર્પોરેશનમાં લાઈનો લાગી

રાજકોટઃ આગામી ૧ લી જુલાઈથી રાજ્યમાં ઓનલાઈન બિલ્ડીંગ પ્લાન મંજુરીની પદ્ધતિ શરૂ થનાર છે. તે અગાઉ મેન્યુઅલી રૂબરૂ પ્લાન મંજુરી માટે બિલ્ડરોએ હવે છેલ્લા દિવસોમાં કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખામાં રીતસરની લાઈનો લગાવેલ છે જે તસ્વીરમાં દર્શાય છે. હાલમાં રોજના ૧૫ થી ૨૦ પ્લાન ઈન્વર્ડ થઈ રહ્યા છે. નોંધનીય છે કે, ઓનલાઈન બિલ્ડીંગ પ્લાનની મંજુરીની પ્રક્રિયા અટપટ્ટી હોય તેના કારણે મોટા ભાગના લોકો રૂબરૂ પ્લાન ઈન્વર્ડ કરાવવાનો આગ્રહ રાખી રહ્યા છે.

(4:30 pm IST)