રાજકોટ
News of Wednesday, 26th June 2019

સિંધુ ક્રેડીટ સોસાયટીની સાધારણ સભા

ધી સિંધુ કો.ઓ.ક્રેડીટ સોસાયટીની સને ર૦૧૮-૧૯ના વર્ષની વાર્ષિક સાધારણ સભા સિંધી સાહિતી ધરમશાા ખાતે મળેલ જેમાં સોસાયટીની હાલની પ્રગતિ તેમજ રાજકોટ જીલ્લાની શરાફી સહકારી મંડળીઓની કામગીરી માટે રાજકોટ જીલ્લા સહકારી સંઘ તરફથી મંડળીને બીજો નંબર/શિલ્ડ અને રોકડ પુરસ્કાર મળતા તેની નોંધ લેવા સાથે હાજર સભાસદો તરફથી સભ્યોની લોન યોજનાઓ, તેના વ્યાજ બાબતનાં સૂચનોથી અમલવારી અંગે હકારાત્મક વલણ અપનાવામાં આવેલ છે.સભાસદોના બાળકો કે જેઓએ ધોરણ ૧૦ અને ૧ર ની માર્ચ ર૦૧૯ કે ત્યારબાદ લેવાયેલ પરીક્ષામાં ૭૦% થી વધુ ગુણ મેળવેલ હોય તેની વિગતો સોસાયટીમાં મોકલી આપવા જાહેરાત કરવામાંઆવેલ તેમ ચેરમેન મંધારામ બી.ધીરવાણી (મો.૮૧૬૦૦ ૦૦૮૬૬) ની યાદીમાં જણાવાયુંછે.

(4:29 pm IST)