રાજકોટ
News of Wednesday, 26th June 2019

ટ્રાફીક પોઇન્ટ પર ગલ્લા-તલ્લા મારવુ મોંઘુ પડયુઃ ૧૯ પોલીસમેન અને ૬૯ ટ્રાફીક બ્રિગેડ સામે શિક્ષાત્મક પગલા

રાજકોટ તા. ર૬ :.. પોલીસ કમિશનર કચેરી ખાતે કાર્યરત કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમમાંથી દરેક ટ્રાફીક પોઇન્ટ ઉપર બાઝ નજર રાખવામાં આવે છે. જુદા જુદા એંગલથી પોઇન્ટ પર ફરજ બજાવતા પોલીસમેન અને ટ્રાફીક બ્રીગેડ ઉપર સતત વોંચ રાખવામાં આવે છે. આ દરમ્યાન ફરજમાં બેદરકારી દાખવનાર ૧૯ પોલીસમેન અને ૬૮ ટ્રાફીક બ્રીગેડ સહિત સીસી ટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે એક ટીમ બનાવી દરેક કર્મચારીની કામગીરી ઉપર સતત વોંચ રાખવામાં આવે છે. અને અત્યાર સુધીમાં પોલીસ કર્મચારી ટ્રાફીક પોઇન્ટ છોડી અન્ય જગ્યા ઉપર વાતો કરતા હોય છે. તથા ટ્રાફીક કલીયર કરાવતા ન હોઇ, તેવા ૧૯ પોલીસમેન અને ૬૮ ટ્રાફીક બ્રીગેડ સામે શિક્ષાત્મક કાર્યવાહી તથા દંડ કરવામાં આવેલ છે. શહેર પોલીસ ટેકનોલોજી સાથે તાલ-મીલાવી ઝડપથી ચાલી રહી છે. અને અધિકારીઓ પોતાના પોલીસ કર્મચારીઓ અને ટ્રાફીક બ્રિગેડની ફરજ પર સીસી ટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. શહેરની ટ્રાફીક શાખામાં ફરજ બજાવતા દરેક પોલીસમેન તથા ટ્રાફીક બ્રિગેડ જવાનોને દરેક પોઇન્ટ ઉપર સીસી ટીવી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ ખાતેથી પોલીસ કર્મચારીઓ તથા ટ્રાફીક બ્રિગેડ પોતાના પોઇન્ટ પર ટ્રાફીક કલીયર અંગેની કામગીરી કરે છે કે કેમ તેનું નિરીક્ષણ કરવા માટે મોબાઇલ ફોન દ્વારા પોલીસમેન પોતાની ફરજ પોઇન્ટ ઉપર આવેલ છે કે, કેમ તેની હાજરી મોબાઇલ એપ્લીકેશન મારફતે જાણી શકે છે. અને અકસ્માતોના બનાવો ઘટે તે માટે ઓવર સ્પીડમાં વાહન ન ચલાવવુ અને ટ્રાફીકની કામગીરી કરતા પોલીસ કર્મચારીઓને સહયોગ આપવા  એક યાદીમાં જણાવાયું છે.

(4:26 pm IST)