રાજકોટ
News of Wednesday, 26th June 2019

ફેડરેશન ઓફ મોઢ વણિક સમાજ કોર કમીટીની મીટીંગ

રાજકોટ : ફેડરેશન ઓફ મોઢ વણિક સમાજની ગુજરાત ગવર્નીંગ કોર કમીટીની મીટીંગ તાજેતરમાં અમદાવાદ ખાતે ફેડરેશનના પ્રમુખ અરૂણભાઇ મુછાળાના અધ્યક્ષસ્થાને મળી હતી. પ્રથમ ચરણમાં ગુજરાત કમીટીના ચેરમેન ચીમનભાઇ શાહે ઉપીસ્થત જ્ઞાતિજનોને શબ્દપુષ્પથી આવકારેલ. બાદમાં ગુજરાત કમીટી મેમ્બરોએ મુંબઇના ટ્રસ્ટીગણ તથા પ્રમુખ અરૂણભાઇ મુછાળા, ચેરમેન અરવિંદભાઇ મહેતા, વાઇસ ચેરમેન પ્રદીપભાઇ મુછાળા, એજયુકેશન કમીટી ચેરમેન હર્ષવર્ધનભાઇ પરીખ, ટ્રસ્ટી ગીરીશભાઇ શેઠ, વૈશ્વિક મોઢ પરિવાર માસીકના તંત્રી મુકેશભાઇ પરીખનું કુમકુમ તિલક કરી શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ આપી સ્વાગત કરેલ. સ્વાગત અનુક્રમે ગુજરાત કમીટી ચેરમેન ચીમનભાઇ શાહ, ટ્રસ્ટી ગીરીશભાઇ શેઠ, કોર કમીટી ચેમ્બર મનસુખભાઇ પટેલ, અશ્વિનભાઇ પટેલ, પરમાણંદભાઇ શાહ, પુરૂષોતમભાઇ વડોદરીયા, રશ્મીભાઇ મહેતા દ્વારા કરાયુ હુત. જયારે પ્રમુખ અરૂણભાઇ મુછાળાએ ગુજરાત કમીટી ચેરમેન ચીમનભાઇ શાહનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી અભિવાદન કરેલ. કાર્યક્રમના દ્વીતીય ચરણમાં સંસ્થાના અહેવાલની પ્રાથમિક ચર્ચા કરી વધુ વિદ્યાર્થીઓ લોન કેવી રીતે મેળવી શકે તે અંગે માહીતી અપાઇ હતી. શૈક્ષણિક લોનના  ૧૯૫ લાભાર્થીને કુલ રૂ. અઢી કરોડથી વધુ રકમની લોન અપાઇ હોવાની માહીતી શેર કરાઇ હતી. તેમજ વૈશ્વિક મોઢ પરિવાર મુખપત્ર વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મીટીંગ દરમિયાન ૧૪ દાતાઓએ દાનની જાહેરત કરી હતી. કુલ રૂ.૩૦ લાખના દાનની થયેલ જાહેરાતને ગુજરાત કમીટીએ વધાવી લઇ તમામ દાતાઓનો આભાર વ્યકત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ચેરમેન ચીમનભાઇ શાહ, ટ્રસ્ટી ગીરીશભાઇ શેઠના નેતૃત્વમાં ગુજરાત ગવર્નીંગ કોર કમીટીના મેમ્બર મનસુખભાઇ કે. પટેલ, અશ્વિનભાઇ સી. પટેલ, પરમાણંદભાઇ શાહ, પુરૂષોતમભાઇ વડોદરીયા, રશ્મિનભાઇ મહેતાએ જહેમત ઉઠાવી હતી. રજીસ્ટ્રેશનનું કાર્ય મુંબઇ ઓફીસ સંભાળતા હિતેશભાઇ દોશી અને ભાવનગરના પ્રફુલભાઇ વોરાએ સંભાળ્યુ હતુ. જમણવારની સ્પોન્સરશીપ ગણેશ મસાલાવાળા પરમાણંદભાઇ શાહે કરી હતી. જયારે મધુર એ.સી. હોલ રાહતભાવે અપાવવાની સેવા પરષોતમભાઇ વડોદરીયાએ આપી હતી.

(4:23 pm IST)