રાજકોટ
News of Wednesday, 26th June 2019

અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા સરકારી શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ

રાજકોટઃ રાષ્ટ્રસંત પુજય ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ની પ્રેરણા તથા આર્શીવાદથી રાજકોટમાં અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા છાસકેન્દ્ર, ઘાસચારો, રાહત દરે ચોપડા વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવેલ. નવુ શૈક્ષણિક વર્ષ શરૂ થતા સરકારી માધ્યમીક શાળામાં ભણતા વિદ્યાર્થી માટે રાજકોટ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં શૈક્ષણિક કીટ અપાયેલ. ચોટીલા પાસેની બક્ષીપંચ આશ્રમ શાળા (નાવા) પેલેસ રોડ કોઠારીયા નાકા આવેલ શ્રી કિશોરસિંહજી માધ્યમીક શાળા તથા ધો.૧માં નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને અર્હમ સ્કુલ બેગ તથા એજયુકેશન કીટ વિનામુલ્યે આપવામાં આવેલ. પુજય ગુરૂદેવ પ્રત્યે આભારની લાગણી સાથે શાળાના પ્રિન્સીપાલ હેતલબેન તથા શીક્ષકો રાકેશભાઇ, ધ્રુતીબેન, આરતીબેન પણ અર્હમ યુવા સેવા ગ્રુપ સાથે સેવામાં જોડાયા હતા.

(3:48 pm IST)