રાજકોટ
News of Wednesday, 26th June 2019

વયોવૃધ્ધ પિતા દ્વારા પુત્રી સામે મનાઇ હુકમ મેળવવા દાવો

રાજકોટ તા ૨૬  : ૯૫ વર્ષના વયોવૃધ્ધ પિતાએ તેની પુત્રી સામે કોર્ટમાં કાયમી મનાઇ હુકમ મેળવતા દાવો દાખલ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, આ કામમાં વિનોદરાય ન્યાલચંદ મહેતા, રહે. રાજકોટ, હાલ  મુંબઇ વાળાની પુત્રી પ્રજ્ઞાબેન રાજેન્દ્રભાઇ ઉદાણીએ તેઓના પીતાશ્રીની માલીકી, કબજા, ભોગવટામાં આવેલ જલીયાણ કોમ્પલેક્ષ, ફલેટ નં.૫, બીજો માળ, ચુડાસમા પ્લોટ મેઇન રોડ, રાજકોટનુ ગીફટ ડીડ, રજીસ્ટર્ડ વીલ થી વિનોદરાય ન્યાલચંદ મહેતાની વયોવૃધ્ધ અવસ્થા/બીમારી અને તેઓને અંધારામાં રાખી કોઇપણ જાતની માહીતી કે સમજાવટ કર્યા વગર બનાવડાવી લીધેલ, તે ગીફટડીડના અનુસંધાને પ્રજ્ઞાબેન રાજેન્દ્રભાઇ ઉદાણીએ સદરહુ ફલેટ નં.પ, બીજો માળ, જલીયાણ કોમ્પલેેક્ષ, ચુડાસમા પ્લોટ મેઇન રોડ રાજકોટ વાળો વેચાણ કે ટ્રાન્સફર કરવાની કાર્યવાહી કરતા, જેનો ખ્યાલ વિનોેદરાય ન્યાલચંદ મહેતાને આવતા, તેઓએ  રાજકોટની સીવીલ કોર્ટમાં દાવો દાખલ કરેલ છે તથા કોર્ટે પ્રતિવાદી એવા પ્રજ્ઞાબેેન રાજેન્દ્રભાઇ ઉદાણીને મુદત તા. ૧૯/૦૭/૧૯ ના રોજ ના. દિવાની અદાલતમાં હાજર રહેવા માટે સમન્સ/નોટીસ પાઠવેલ છે.

આ કામે વાદી એવા વિનોદરાય ન્યાલચંદ મહેતા તરફે રાજકોટના એડવોકેટ શ્રી સંજીવ આઇ. શાહ, અમિત એન. લોકવાણી તથા હિરેન એમ. શેઠ રોકાયેલા છે.

(3:48 pm IST)