રાજકોટ
News of Wednesday, 26th June 2019

નાગરીક બેંક ધોરાજીની શાખામાંથી લોન લઇને આપેલ ચેક રિટર્ન કેસમાં બે માસની સજા

રાજકોટ તા ૨૬  : બેન્કમાંથી લોન લઇ ભરપાઇ ન કરનાર ડિફોલ્ટરને માટે સજા સાથે દાખલારૂપ ચુકાદો ધોરાજી કોર્ટે આપ્યો છે.

વિગતથી જોઇએ તો, રાજકોટ નાગરીક સહકારી બેંન્ક લિ. ની ધોરાજી શાખામાંથી નોૈશાદભાઇ તાજદીનભાઇ કચ્છીને ધીરાણ અપાયેલ હતું. થોડા સમયબાદ આ ખાતુ  ડિફોલ્ટર (એન.પી.એ) થયું હતું અને ખાતેદારે આપેલ વસુલી રકમનો ચેક પરત ફર્યો હતો. જેથી બેન્કે તા. ૨૫/૦૭/૨૦૧૭માં ધોરાજીની કોર્ટમાં ચેક રિટર્નનો કેસ દાખલ કર્યો હતો. નોૈશાદભાઇ તાજદીનભાઇ કચ્છીએ મુળ ચેક રિટર્નની રકમ જેટલી રકમ જમા કરાવી ન હતી.

આથી એડી.ચીફજયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ નોેૈશાદભાઇ તાજદીનભાઇ કચ્છીને બે માસની જેલની સજા ફરમાવી હતી.

ચેક રિટર્નના  કેસની કામગીરીમાં બેન્ક  વતી એડવોકેટશ્રી   વાય.આર. જાડેજા, ફરીયાદી અમિતભાઇ જાટ હતા. ચેક રિટર્નના કેસમાં બે માસની સજા અને વળતરનો ચુકાદો આવતા બેંન્કના અન્ય બાકીદારોમાં ફફડાટ અને ગભરાટ ફેલાઇ ગયો છે.

(3:45 pm IST)