રાજકોટ
News of Wednesday, 26th June 2019

ચેક રિટર્નની ફરિયાદમાં ઓરા સીરામીકના ડીરેકટરો સામે વોરંટ ઇસ્યુ કરતી કોર્ટ

રાજકોટ તા.૨૬: અત્રે ઓરા સીરામીકના ડીરેકટરો સામે વોરંટ ઇશ્યુ કરવાનો અદાલતે હુકમ કર્યો હતો.

ફરીયાદ પક્ષના કેસની હકીકત ટુંકમાં એવી છે કે ફરીયાદી વાસુકી ટ્રેડ લીંક પ્રા.લી.કંપનીએ આરોપી ઓરા સીરામીક પ્રા.લી.કાું. ને વેચેલ ઇન્ડોનેશીયન સ્ટીમ કોલના વેચાણના લેણાં પેટે આરોપી કંપનીએ આપેલ રૂ.૩૧,૬૨,૯૩૮ નો ચેક બેલેન્સના અભાવે પરત ફરતા ફરીયાદી વાસુકી ટ્રેડ લીંક પ્રા.લી.કંપનીએ રાજકોટની નેગોશીએબલ સ્પેશ્યલ કોર્ટમાં આ ઓરા સીરામીક પ્રા.લી.કંપની કે જે મોરબીમાં લાલપર વિલેજની સામે આવેલી છે તે કંપની અને તેના ડીરકેટરો મયંકભાઇ દામજીભાઇ દેત્રોજા, અભરામભાઇ ખીમજીભાઇ અધેરા, ચતુરભાઇ કરમશીભાઇ પટેલની સામે ચેક રીર્ટનની ફરીયાદ દાખલ કરેલી.

સદરહું કામે આરોપીઓને કોર્ટના નોટીસ સમન્સની બજવણી થઇ જવા છતા આરોપીઓ કોર્ટમાં મુદતે હાજર ન રહેતા રાજકોટની ફોજદારી કોર્ટે આરોપી વિરૂધ્ધ વોરંટ ઇશ્યુ કરવાનો હુકમ ફરમાવેલછે. આ કામે વાસુકી ટ્રેડ લીંક પ્રા. લી.કંપની વતી ધારાશાસ્ત્રી કેતન એન.સિંધવા અને અતુલ વી.પટેલ રોકાયેલા હતા.

(3:45 pm IST)