રાજકોટ
News of Wednesday, 26th June 2019

રૂ.દસ લાખનો ચેક પાછો ફરવાના કેસમાં આરોપીનો છૂટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા.૨૬: રૂ.૧૦ લાખના ચેકરિટર્ન કેસમાં અદાલતે કેસ ચાલી જતા આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આ કેસની  વિગત એવી છે કે કિશન વિનોદભાઇ સોરઠીયા આ કામના ત્હોમતદાર અશોકભાઇ કરશનભાઇ ટોપીયા વિરૂધ્ધ રૂ.૧૦,૦૦,૦૦૦ ચેક રીર્ટનનો કેસ દાખલ કરેલ હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતા ફરીયાદી પક્ષ કાયદેસરનું લેણું કે જવાબદારી સાબીત ન કરી શકતા. તેમજ ચેકમાં સહીવાળા અક્ષરો ઓવરરાઇટીંગ હતા. તેમજ ફરીયાદી ઇન્કમટેક્ષ અને બેંક સ્ટેટમેન્ટ રજુ કરેલ હોવા છતા તેની કેપેસીટી પુરવાર કરી શકેલ ન હતા.

આ કામના ત્હોમતદારના વતી વકીલશ્રીએ સુપ્રીમ કોર્ટ તેમજ હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કરેલ હતા અને દલીલો પણ કરેલ હતી. જેથી આ કામના ત્હોમતદારને રાજકોટના એડીશનલ ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ છે. ત્હોમતદાર તરફે ધારાશાસ્ત્રી મકવાણા હિતેશ ધીરજલાલ, એફ.એસ.ખોરજીયા, દિપક ડી.બથવાર, આઇ.વાય.પરાસરા, સંજય એચ.રાઠોડ રોકાયેલ હતા.

(3:45 pm IST)