રાજકોટ
News of Wednesday, 26th June 2019

સાઉન્ડ એન્ડ સ્ટેજ લાઇટ ઓનર્સ એસો.ની મળી ગયેલ વાર્ષિક સભા : વિરાંગભાઇ ત્રિવેદી નવા પ્રમુખ

ઉપપ્રમુખપદે સુનિલભાઇ પટેલ : આગામી દિવસોમાં ડીઝીટલ મીકસર તાલીમ વર્ગનું આયોજન

રાજકોટ તા. ૨૬ : શહેરભરમાં સાઉન્ડ એન્ડ સ્ટેજ લાઇટના કાર્ય સાથે સંકળાયેલા સભ્યોને એક મંચ પર લાવવા રચાયેલ 'સાઉન્ડ એન્ડ સ્ટેજ લાઇટ ઓનર્સ એસોસીએશન'ની વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં મળી જતા નવી ટીમ જાહેર કરવામાં આવેલ.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા આગેવાનોએ જણાવેલ કે નવા હોદેદારોની નિમણુંક માટે પ્રક્રિયા હાથ ધરાતા પ્રમુખપદ માટે કમલેશભાઇ ડોડીયા અને વિરાંગભાઇ ત્રિવેદી દાવેદાર હતા. જેમાંથી કમલેશભાઇ ડોડીયાએ સ્વેચ્છાએ દાવેદારી પરત ખેંચી લેતા વર્ષ ૨૦૧૯-૨૦ માટે પ્રમુખ તરીકે વિરાંગભાઇ ત્રિવેદી (મો.૯૮૨૫૮ ૫૮૦૨૯) ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

જયારે ઉપપ્રમુખ તરીકે સુનિલભાઇ પટેલ (મો.૯૮૨૫૦ ૭૭૫૧૦) અને મંત્રી તરીકે અનંત ચૌહાણ, સહમંત્રી તરીકે રોહીત વાડોદરીયા, સેક્રેટરી તરીકે આરીફ ડેલાની વરણી થયેલ.

આ એસોસીએશન દ્વારા વર્ષ દરમિયાન ઓપરેટર તાલીમ તેમજ પારિવારિક પ્રોગ્રામ, નવરાત્રીમાં એક દિવસીય રાસોત્સવ સહીતના કાર્યક્રમો આયોજીત થાય છે. દરમિયાન આગામી દિવસોમાં ડીઝીટલ મીકસરની તાલીમનો વર્ગ ગોઠવવા આયોજન થઇ રહ્યુ છે. આ એસો.માં સભ્ય નોંધણી ચાલુ હોય નવા સભ્ય બનવા માંગતા લોકોએ પ્રમુખ કે ઉપપ્રમુખનો સંપર્ક કરવા જણાવાયુ છે.તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સાઉન્ડ એન્ડ સ્ટેજ લાઇટ ઓનર્સ એસો.ના પ્રમુખ વિરાંગભાઇ ત્રિવેદી, ઉપપ્રમુખ સુનિલભાઇ પટેલ, અનંત ચૌહાણ, જનક દવે, આરીફ ડેલા, અર્જુન મેર, નિલેશ પટેલ વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:35 pm IST)