રાજકોટ
News of Wednesday, 26th June 2019

નિર્મલા સ્કુલમાં વિદ્યાર્થીનીઓને અપાયા ફાયર સેફટીના પાઠ

આગ લાગે ત્યારે અગ્નિશામક યંત્ર, પાણી કે રેતીનો ઉપયોગ કરવો

રાજકોટ : અહિંની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા નિર્મલા કોન્વેન્ટ સ્કુલમાં આજરોજ ફાયરબ્રિગેડના નિવૃત વડા અધિકારી શ્રી રતન કાનજીભાઈ મહેશ્વરી અને ટીમે મુલાકાત લઈ આશરે બે હજાર વિદ્યાર્થીનીઓને ફાયર (આગ) લાગવાના કારણો અને તેના પ્રકારની સમજૂતી ચાર્ટ દ્વારા આપી. સાથે સાથે વિદ્યાર્થીઓને આગ પ્રત્યે બેદરકાર ન રહેવા, તે તરફ વધુ કાળજી અને તકેદારી રાખવા જણાવ્યુ. કોઈપણ કારણોસર આગ લાગે તે સમયે અગ્નિશામકયંત્ર, રેતી અને પાણીનો કઈ રીતે ઉપયોગ કરવો તેનું પ્રત્યક્ષ નિરૂપણ ટીમે કરી બતાવ્યુ. આયોજનને સફળ બનાવવા નિર્મલા સ્કુલના આચાર્યા સિસ્ટર સીની અને શાળા મેનેજમેન્ટે જહેમત ઉઠાવી હતી.

(3:32 pm IST)