રાજકોટ
News of Wednesday, 26th June 2019

રાજકોટ મશીનરી ડીલર્સ એસો. દ્વારા વેપાર ઉદ્યોગના મુદ્દે પ્રિ-બજેટ મેમોરેન્ડમ સુપ્રત

રાજકોટ તા. ૨૬ : કેન્દ્ર સરકારના વર્ષ ૨૦૧૯-૨૦ ના અંદાજપત્રને ધ્યાને લઇ વેપાર ઉદ્યોગના વિવિધ પ્રશ્નો અંગે રાજકોટ મશીનરી ડીલર્સ એસોસીએશન દ્વારા પ્રિ-બજેટ મેમોરેન્ડમ સુપ્રત કરવામાં આવેલ છે.

જેમાં વ્યકિતગત મુકિત મર્યાદા વચગાળાના બજેટમાં અઢીથી પાંચ લાખ કરી આપવાની વાતને આવકારવામાં આવી છે. તેમજ નાના કરદાતાઓની જે લીમીટ અઢી લાખ છે તેમાં વધારો કરી ત્રણથી સાડા ત્રણ લાખ કરી આપવા તેમજ ઓર્ડીનરી કરદાતાઓ માટે પ લાખનો સ્લેબ કરી આપેલ છે તો સીનીયર સીટીજનને કયા સ્લેબમાં ગણવા તેની સ્પષ્ટતા ન હોય આ સ્પષ્ટતા કરવા તેમજ સુપર સીનીયર સીટીજનને વધારાનો લાભ આપવા સુચન કરાયુ છે.

પરદેશમાં સીનીયર અને સુપર સીનીયરની તબીબી સેવા વિનામુલ્યે અપાય છે તે રીતે ભારતમાં ઓછામાં ઓછા પંચોતેર વર્ષ પુરા કરનારાઓ માટે આવો લાભ આપવા વિચારવા તથા સેવીંગ બેંક વ્યાજ દશ હજાર સુધીની વર્ષ દરમિયાન બાદ મળે છે તે રકમ વીસ હજાર સુધી બાદ મળે તેવી વ્યવસ્થા વિચારવા તેમજ કૃષી ગ્રામીણ અર્થવ્યવસ્થામાં રસ્તા, વિજળી, પાણી પુરવઠા, પાક વિમા માટે પ્રોત્સાહન આપવા સહીત અલગ અલગ ૧૯ મુદ્દાઓ પર રજુઆત કરેલ છે.

આગામી બજેટમાં આ તમામ મુદ્દાઓ પર ન્યાયી વિચારણા કરવા રાજકોટ મશીનરી ડીલર્સ એસો.ના પ્રમુખ મનસુખભાઇ પટેલ અને માનદમંત્રી અશ્વિનભાઇ પટેલે રજુઆત કરી છે.

(3:24 pm IST)