રાજકોટ
News of Wednesday, 26th June 2019

રાજકોટના દારૂના ગુન્હામાં બે વર્ષથી વોન્ટેડ આરોપીને ભાડલા પોલીસે ઝડપી લીધો

રાજકોટ તા. ર૬: ભાડલા પોલીસે રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો હતો.

જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા નાયબ પોલીસ અધિક્ષક એચ.એમ. જાડેજા તરફથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની સ્પેશીયલ ડ્રાઇવ ચાલતી હોય જે અંગે ભાડલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો. સબ. ઇન્સ. વી. એમ. કોલાદરાના માર્ગદર્શન હેઠળ પો. હેડ કોન્સ. વલ્લભભાઇ બાવળીયા, પો. હેડ કોન્સ. અશ્વિનભાઇ માલકીયા તથા પો. કોન્સ. લાલજીભાઇ તલસાણીયા ભાડલા પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પો. હેડ કોન્સ. વલ્લભભાઇ બાવળીયા તથા પો. કોન્સ. લાલજીભાઇ બાવળીયા તથા પો. કોન્સ્. લાલજીભાઇ તલસાણીયાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનના થર્ડ ગુ. ર. ન. ૧૭૦/ર૦૧૭ પ્રોહી. કલમ ૬પ(ઇ), ૧૧૬(બી), ૯૮(ર) ના આરોપી રાજેશભાઇ માધાભાઇ ગોવાણી રહે. વેરાવળ (ભા) તા. જસદણ વાળાને ભાડલાથી પકડી આજીડેમ પોલીસ સ્ટેશન સોંપી આપેલ છે.

(11:36 am IST)