રાજકોટ
News of Wednesday, 26th June 2019

જનસંઘની સ્થાપના ચોક્કસ વિચારધારા સાથે થયેલીઃ અમોહભાઇ શાહ

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા ડો.શ્યામાપ્રસાદ મુખરજી બલીદાન દિવસની ઉજવણીઃ પુષ્પાંજલી

રાજકોટઃ રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા ડો.શ્યામાપ્રસાદ મુખર્જી બલીદાન દિવસ રપ જુને લોકશાહીનો કાળો દિવસ એટલે કોંગ્રેસ દ્વારા પ્રજા ઉપર નાખેલી કટોકટી અંતર્ગત સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે આ કાર્યક્રમમાં બોટાદના પ્રભારી અમોહભાઇ શાહની વિશેષ ઉપસ્થિતિમાં તથા રાજકોટ જીલ્લા ભાજપાના અધ્યક્ષ ડી.કે.સખીયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંગઠન પ્રભારી પ્રકાશભાઇ સોની, મહામંત્રી ભાનુભાઇ મેતા, સંગઠન પર્વના ઇન્ચાર્જ દિલીપભાઇ ગાંધી, રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો.વલ્લભભાઇ કથીરીયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, પુર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, રાજકોટ દુધ ઉત્પાદક સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા સહીતના આગેવાનો ઉપસ્થિત રહી પ્રસંગોચીત પ્રાસંગીક પ્રવચન તેમજ કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટય અને ડો.શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલી અર્પી હતી. તેમજ ડો.શ્યામાપ્રસાદ મુખર્જી જીવન ચરીત્ર ગાથાની સી.ડી. દર્શન કરાવ્યા હતા. આ તકે રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ ડી.કે.સખીયાએ ઉપસ્થિત સર્વે ભાજપાના આગેવાનો તથા કાર્યકર્તાઓનું સ્વાગત કર્યા બાદ કાર્યક્રમનું સંચાલન જીલ્લા મહામંત્રી ભાનુભાઇ મેતાએ સંભાળ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય વકતા બોટાદના પ્રભારી અમોહભાઇ શાહએ ડો.શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલી અર્પી બાદમાં જણાવ્યું હતું કે સમાજ અથવા સંસ્થા તેના પુર્વજોને પારખતો નથી તેના પરાક્રમ ઉપર અભિમાન નથી તે સમાજ કે સંસ્થા કાળક્રમે લુપ્ત થઇ જાય છે. ભાજપા પ્રતિવર્ષ સંઘર્ષ કરેલ તમામ આપણા કાર્યકર્તાઓને યાદ કરીને તેમના જીવન-કવનને વાગોળીએ છીએ ડો.શ્યામાપ્રસાદ મુખર્જીએ જનસંઘની સ્થાપના કરીને એક ચોક્કસ વિચારધારા સાથે રાષ્ટ્રાદના નારા સાથે પ્રજાના પ્રાણ પ્રશ્નોને લઇ પ્રજાને ન્યાય આપવા સંઘર્ષ કર્યો જયારે જવાહરલાલ નહેરૂએ પોતાની સ્વાર્થી વૃતીને કારણે ભારત-પાકિસ્તાનના ભાગલા કર્યા ત્યારે શ્યામાપ્રસાદ મુખર્જીએ તેમનો વિરોધ કરી રાજીનામું આપ્યું હતું. દેશભરમાં આંદોલન કરીને મોટુ જનઆંદોલન કર્યુ અને તેઓએ કાશ્મીરમાં પરમીટ પ્રથાનો વિરોધ કરવા કાશ્મીરમાં પ્રવેશવા પ્રયત્ન કર્યો અને તેઓની ધરપકડ કરી કાળકોટડીમાં બંદી બનાવી દીધા અને કોંગ્રેસએ ર ૩ જુનએ સીધુ ડીકલેર કર્યુ ડો. શ્યામાપ્રસાદજીનું નિધન થયું. કોંગ્રેસના કાળા કરતુતોની આજ સુધી જાંચ કરવામાં આવી નથી કે કેવી રીતે મૃત્યુ થયું. ડો.શ્યામાપ્રસાદ મુખર્જીને પાર્ટી તેમના જીવનના સંઘર્ષને યાદ કરે છે. પ્રભારી પ્રકાશભાઇ સોનીએ આગામી કાર્યક્રમોની માહીતી આપતા કહયું હતું કે તા. ૬ જુલાઇ ધમાકેદાર સભ્ય નોંધણી લોન્ચીંગ, તા.૩૦-૬ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી મન કી બાત તા. ૭ ડો. શ્યામાપ્રસાદ મુખર્જી જન્મદિવસ તા.૧પ-૮ સુધી વૃક્ષારોપણ, ગુરૂપુર્ણિમા, રક્ષાબંધન, જન્માષ્ટમીના કાર્યક્રમો બુથ લેવલ સુધી કાર્યક્રમો કરવામાં આવશે. આ પ્રસંગે રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો.વલ્લભભાઇ કથીરીયાએ ઉદબોધન કરતા જણાવ્યું કે ભારત દેશને સુવર્ણયુગ તરફ લઇ જવો એ જ ભાજપાનું સ્વપ્ન છે. હિરેનભાઇ જોશીએ વંદેમાતરમ ગાન તથા આભારવિધિ દિલીપભાઇ ગાંધીએ કરી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અને પ્રદેશ સ્તરની જવાબદારી ધરાવતા તમામ અગ્રણી, જીલ્લાના પદાધિકારી અને કારોબારી સભ્ય, જીલ્લા મોરચાના પદાધિકારી અને કારોબારી સભ્ય, સાંસદ, ધારાસભ્ય, બોર્ડ-નિગમના ચેરમેન, વા.ચેરમેન, ડીરેકટર, જીલ્લા સ્તરની સહકારી સંસ્થાના ચેરમેન, વાઇસ ચેરમેન, ડિરેકટરો, જીલ્લા અને મંડલના સેલ-આયામ-પ્રકલ્પના સભ્ય, સંગઠન પર્વના ઝોન, જીલ્લા તેમજ મંડલના ઇન્ચાર્જ અને સહ-ઇન્ચાર્જ, મંડલ પક્ષના અને મોરચાના પદાધિકારી, શકિતકેન્દ્ર ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ, નગર પાલીકા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતની ગત ચુંટણી લડેલા ઉમેદવાર, તાલુકાની સહકારી સંસ્થાના ચેરમેન, વાઇસ ચેરમેન, ડીરેકટરો જે સ્થાને કાર્યક્રમ છે. તેના બુથના પ્રમુખ-મંત્રી (ગ્રામીણ અને શહેરી) જે સ્થાને કાર્યક્રમ છે તે મંડલના કારોબારી સભ્ય અને મોરચાના કારોબારી સભ્ય (ગ્રામીણ અને શહેરી) જીલ્લાના સક્રિય સભ્ય તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ડો. શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

(11:35 am IST)